________________
૩૩
અધ્યાય ૨ જે. બહારૂપતાનું ભાન.
ટીકા. જનકરાય આગળની માફક પિતાને જ આત્મા માની તેને સંબોધી કહે છે કે, બ્રહ્મ જે પૌરાણિક–લૌકિક રીતે જગત કર્તા છે તેમનાથી માંડીને તુચ્છ તૃણુ પર્યત આખું જગત નાશ પામતાં પણ બ્રહ્મ જેમનું તેમ વિદ્યમાન-અખંડ જ્યોતિરૂપ રહે છે તે બ્રહ્મ–કે જે અજ્ઞાનને નાશ થતાં મને પ્રતીત થયું છે અને જેને કદીએ નાશ થતો નથી તે આત્મસ્વરૂપ અશરીરવાન હું અગા તેને એટલે મને નમસ્કાર કરું છું. જેને જ્ઞાન થયું છે તેને પોતા સિવાય બીજું કોઈ આરાધનીય કે પૂજ્ય રહેતું નથી. વળી જેને બ્રહ્મ પ્રતીતિ થઈ છે તેને નિત્ય નૈમિત્તિક કર્મ કરવાનાં પણ રહેતાં નથી એટલે જીવનમુક્તને બીજા કયા દેવને નમવાનું હોય ? કોઈને જ નહિ. પિતામાં ઝગઝગી રહેલા બ્રહ્મતેજને બ્રહ્મ નમે, તેમ જનકરાય મેટા આશ્ચર્યથી સ્વયે પિતાને જ નમસ્કાર આપે છે.
अहो अहं नमो मां एकोहं देहवानपि । कचिन्न गंता नागंता व्याप्य विश्वमवस्थितः ॥ १२ ॥
અર્થ. દેહવાન હોવા છતાં પણ હું એક (અદ્વિતીય બ્રહ્યો છું, હું કહિં જનારો તેમ આપનાર નથી, પરંતુ વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલે છું. આ જે હું (બ્રા) તેને નમસ્કાર હો.
ટીકા. દેહવાન–અકલ-શરીરવાળો હોવા છતાં પણ હું : આત્મા સર્વત્ર એકજ છું, એટલે કે, જુદા જુદા ઘડાઓમાં ભરેલું જળ જેમ જુદે જુદે નામે ઓળખાય જણાય-રાતા ધડાનું જળ, માણનું જળ, ઢચકાનું જળ અને કાળા ઘડામાંનું જળ, એમ જુદે જુદે નામરૂપે કહેવાતું–આળખાતું હોવા છતાં જળ તો એકજ જળરૂપ રહે છે; વળી જુદા જુદા કાચમાં–પાત્રમાં પડતાં કિરણો જુદે જુદે નામરૂપ-રંગે વિદાય
અ. ૩