________________
અષ્ટાવક્ર ગીતા. જ્યાં લગી જગતની તથા શરીરની સત્યતા અવિદ્યાને લીધે મનાતી હતી ત્યાં સુધી એ બધું સત્ય ભાસતું હતું, પરંતુ જ્યારે આત્મા અને જગતને વિવેક સમજાવવામાં આવ્યું ત્યારે હવે મને આ દેહ અને જગત મિથ્યા લાગી પરબ્રહ્મનાં દર્શન થાય છે. આત્મ સ્વરૂપ સમજાતાં મારાં જ્ઞાનચક્ષુ ઉઘડી ગયાં છે અને મને પરમાનંદ પ્રાપ્ત થયો છે.
यथा न तोयतो भिन्नास्तरंगाः फेनबुबुदाः। आत्मनो न तथा भिन्नं विश्वमात्मविनिर्गतम् ॥४॥
અર્થ. જેમ જળથા તરંગ, ફેન અને પરપોટા ભિના નથી, તેમ આત્મવિશિષ્ટ આ વિશ્વ આત્માથી ભિન્ન નથી જ. ૪
ટીકા. જળથી તરંગ, ફેણ અને પરપોટા જેમ ભિન્ન નથી, તેમ બ્રહ્મથી જગત પણ ભિન્ન નથી. તરંગમાં, ફેણમાં અને પરપોટામાં જેમ જળને અંશ રહેલો હોય છે, તેમ જગતમાં પણ સર્વ વસ્તુમાં બ્રહ્મને–આત્માને અંશ રહે છે. રજજુમાં સર્પ નથી પણ સર્ષનું સ્વરૂપ છે, છીપમાં રજત નથી પણ રજતનું સ્વરૂપ છે તેમ બ્રહ્મમાં જગત અને જગતમાં બ્રહ્મ સર્વત્ર ઓતપ્રોત ભરેલું છે અને તેની સત્તાવડેજ તે ભાસે છે. તરંગ ફેણ ને પરપાટાનું ઉપાદાને કારણે જેમ જળ છે, તેમ જગત અને જગતમાંનું સર્વ બ્રહ્મથી ઉત્પન્ન થયેલું હોવાથી બ્રહ્મ તે સર્વનું ઉપાદાન કારણ છે અને તેને જાણ વાથી બીજું સર્વ જાણવામાં આવે છે; અર્થાત મુખ્ય સત્તા જાણવામાં આવ્યા પછી તેના કાર્યની જરૂર રહેતી નથી. જગત જે કે કલ્પિત છે, તો પણ તેના અધિકાન રૂપ આત્માથી ભિન્ન નથી અને આત્માના જ્ઞાનમાં તે સૌ વિલીન થઈ જાય છે.
तंतुमात्रो भवेदेव पटो क्वद् क्विारतः । आत्मतन्मात्रमेवेदं तद्वद् विश्वं विचारितम् ॥ ५ ॥ સર્સ. જેમ વિચાર કરતાં કપડું તંતુ સારથી બનેલું