________________
૨૫
અધ્યાય ૨ જે. ચાંદીને સંબંધ જેમ બેટ-ભ્રમમૂલક છે તેમ આત્મામાં દેહને સંબંધ પણ ખેટ છે. આત્માની સત્તાથી દેહને ભાસ અને તેનું સ્વરૂપ જણાય છે. આત્માનો પ્રકાશ એમાંથી બહાર જતાં કંઈજ રહેતું નથી; તેમ સંસાર અને સંપૂર્ણ જગત પણ બ્રહ્મ રહિત માનતાં અંધારું જ છે.
જગત સત્ય જેવું લાગે છે તે બ્રહ્મના અસ્તિ, ભાતિ અને પ્રિય, એ ત્રણ અંશને લીધે છે. નામ અને રૂપ એ બે અંશ જડના છે, જડ અંશોની સાથે બ્રહ્મ અંશેને સંબંધ થવાથી તે પ્રકાશે છે, પરંતુ જ્યારે જડ અંશે ક્ષીણ થઈ નાશ પામે છે ત્યારે જગત પાછું અદશ્ય થઈ જાય છે. નામ અને રૂપ જડ છે, કારણ કે તે વધે છે, ઘટે છે અને નાશ પામે છે એટલું જ નહિ, પરંતુ ત્રણે કાળમાં એક સ્વરૂપે રહેતા નથી. જડ અંશેમાંથી બ્રહ્મ અંશે છુટા પાડવામાં આવે તો જગત એની મેળેજ મિથ્યા થઈ જાય. જગતજ શું પરંતુ તેમને કોઈ પણ પદાર્થ બ્રહ્માંશ વગર અસ્તિત્વ ધરાવતો નથી. જનકને અષ્ટાવક્રજીના ઉપદેશથી આ જડ ચૈતન્યનો બોધ થયો અને એ બોધને આનંદમાં તે આ પ્રમાણે પોતાને બ્રહ્મ સ્વરૂપ માનતા પૂર્વના અજ્ઞાનજનિત સંસ્કાર માટે આશ્ચર્ય બતાવવા લાગ્યા.
सशरीरमहो विश्वं परित्यज्य मयाधुना। कुतश्चित्कौशलादेव परमात्मा विलोक्यते ॥३॥
અર્થ. અહે! હજ મારાથી શરીર સાથે (સંપૂર્ણ) વિશ્વને ત્યાગ થતા કુશળતાથી પરમાત્મા જવાય છે. ૩ જનકને બ્રહ્મપ્રતીતિ
ટીકા. જનકરાજા પોતે પોતાના પ્રતિ કહે છે કે અહે ! શાસ્ત્ર શ્રવણ અને આચાર્યનો ઉપદેશ થતાં અને આત્મા અને જગત જુદાં છે, તે સમજાયું. હવે શરીર તેમજ આ સંપૂર્ણ વિશ્વ તે આત્મા નથી, એવી પ્રતીતિ થતાંની સાથે જ મને પરમાત્માને સાક્ષાત્કાર થાય છે.