________________
અષ્ટાવક્ર ગીતા.
ટીકા. જનકના આત્માને સંબોધીને કહેતા હોય તેમ કહે છે કે, હે આત્મન ! તારા ચેતનવડે આખું વિશ્વ ચેતનવાળું છે. તું રૂપી સૂત્રમાં મણકાઓની માફક તે પરોવાયેલું છે અને તું પિતે તે શુદ્ધ અને બુદ્ધ સ્વરૂપ છે તે પછી સંસારી ભ્રમમાં પડી “ આ મારું” એવી કુદ્રચિત્તતા શા માટે કરે છે ? તેને ક્ષુદ્રચિત્તતા-પ્રાકૃતતા ધટતી નથી. તારા સંકલ્પ માત્રથી જેની ઉત્પત્તિ છે તેમાં તે પોતે જ ભૂલ પડે, એ તને ઘટિત નથી. હે જનક ! તમે પણ આ સંસારને મિથ્યા માની પિતાના આત્મામાં લીન થાઓ. જગત તો માયાકૃત છે અને તમે તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે માટે એ સ્વરૂપને ઓળખો, એનું ચિંત્વન કરે ને શાંત થાઓ.
निरपेक्षो निर्विकारो निर्भरः शीतलाशयः । अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ॥ १७ ॥
અર્થ. તું અપેક્ષા રહિત, વિકાર રહિત, નિર્ભર, ચિદુઘન સ્વરૂપ અને શાંત શિતલ હદયને છે; તું અગાધ બુદ્ધિવાળે અને ક્ષોભ પામે એવું નથી, માટે તૈચતન્ય ઉપર નિષ્ઠાવાળે થા. ૧૭ ધર્મધર્મ આત્માના નથી.
ટીકા. હે જનક! આત્મા અપેક્ષા રહિત છે. તેને કશે વિકાર થતું નથી, અર્થાત્ એને સુધા, તૃષા, શોક, મોહ, જન્મ અને મરણ નથી. આ છ ધર્મોમાં સુધા ને તૃપા પ્રાણના ધર્મ છે; શાક અને મેહ મનના ધર્મ છે અને જન્મ તથા મરણ દેહના ધર્મ છે. આત્માના ધર્મો તે નથી. આત્મા તે ઉત્પન્ન થતા નથી, ઘસાતો કે ક્ષીણ થતું નથી અને નાશ પણ પામતો નથી. આમા છે તે તો આ બધા ધર્મોનો સાક્ષી છે-દ્રષ્ટા છે. આત્માને એ ધર્મોની અસર નથી. જેને એવી અસર થાય છે તે નાશવાન વસ્તુ-વ્યક્તિ જાણવી. આત્મા અવિ