________________
૧૭
અધ્યાય ૧ લે. જાય? એવી શંકાના સમાધન માટે કહે છે કે “હું આ સંસારમાંને જીવ નથી ” એવું વારંવાર મનન, નિદિધ્યાસન અને સદ્ગુરુ પાસેથી અહંભાવ નિવર્તક શ્રવણ કર્યા કરવાથી અહંભાવને અને તેની સાથે પ્રવૃત્તિને નાશ થાય છે. અષ્ટાવક્ર કહે છે કે-ઉદાલકે (એમના દાદાએ) તકેતુ (એમના મામા) ને તરવહિને એકવાર નહિ પરંતુ નવ વાર ઉપદેશ કર્યો હતો, અને એવા વારંવાર થતા ઉપદેશ સાથે ચાલુ મનન અને નિદિધ્યાસન રાખતાં શ્વેતકેતુને આત્મજ્ઞાનને બોધ થયે હતે. અધ્યાસની છાપ ઝટ જાય તેવી નથી, માટેજ હે રાજન ! હું પણ તમને વારંવાર આત્મજ્ઞાનને બોધ આપું છું.
कूटस्थं बोधमद्वैतमात्मानं परिभावय । आभासोहं भ्रमं मुक्त्वा भावं बाबमथान्तरम् ॥ १३॥
અર્થ. હું આભાસ માત્ર છું અને બાહ્ય તથા અંતરના ભાવ મિથ્યા-ખેટા છે, એમ વિચારી–માનીને ફૂટસ્થ, બાધારૂપ અદ્વૈત આત્મા સંબધીજ આપ વિચાર કર્યા કરો. ૧૩
ટીકા. આ હું જે શરીરરૂપ છું તે માત્ર બેટે આભાસ–ભ્રમ છે અને અંતઃકરણમાંના તેમજ બહારના જે ભાવ છે તે પણ બધા મિથ્યા છે, એમ વારંવાર વિચાર કરી ફૂટસ્થ, અદ્વૈત આત્મામાં એક તાર થા–એટલે અહંભાવ તરત ગળી જશે. આ હું અને આ મારું એવો અહંકાર જ્યાં સુધી ટળે નહિ, ત્યાં સુધી નિરંતર શ્રવણ, મનન અને નિદિધ્યાસન કર્યા જ કરવું.
જનક રાજાએ વારંવાર આત્મજ્ઞાનોપદેશની ઈચ્છા બતાવ્યાથી અષ્ટાવક્રજી બેલ્યા કે –
देहाभिमानपाशेन चिरं बदोसि पुत्रक । बोधोहं ज्ञानखड्गेन, तनिष्कृत्य सुखी भव ॥ १४ ॥
અર્થ. હે પુત્ર! તું ઘણા કાળથી દેહાભિમાન પાઅ, ૨