________________
અષ્ટાવક્ર ગીતા. કે ધન છે એજ બંધક્ષનું કારણ છે; માટે અમને “જગત મિથ્યા. છે અને બ્રહ્મ સત્ય છે,’ એવી પ્રતીતિ સદ્દગુરુને આશ્રય લઈ કરાવવી કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય.
વાસ્તવમાં તે બંધક્ષ જેવું કંઈ છે જ નહિ. સર્વત્ર બ્રહ્મ છે. માયાન્વિત પુરુષને ભ્રમ તેજ સંસાર–જગત છે બીજું કંઈ જ નથી, તે જણાવતાં કહે છે કે –
आत्मा साक्षी विभुः पूर्ण, एको मुक्तश्चिदक्रियः । असंगो निःस्पृहः शान्तो, भ्रमात्संसारवानिव ॥ १२ ॥
અર્થ આત્મા સાક્ષી, વિભુ (વ્યાપક) પૂર્ણ, એક, મુક્ત, ચિત્ (ચૈતન્યરૂપ) અક્રિય (ક્રિયારહિત) અસંગ, નિઃસ્પૃહ, અને શાંત છે, પરંતુ બ્રમથી સંસારી જે ભાસે છે.
ટીકા. હે જનક! આત્મા તે અપચનો સાક્ષી–જેનાર છે. એને અસંગને જગત સાથે કઈ પણ સંબંધ નથી. આકાશ જેમ સારાં ખોટાં, શુદ્ધાશુદ્ધ સર્વ પાત્ર અને સ્થળમાં વ્યાપીને રહેલું છે, તેમ આત્મા પણ સર્વ ઠેકાણે હોવા છતાં કશાથી લપાતો નથી, માટે અને સંગ કહેવાય છે. વિભુનો પણ એજ વ્યાપક એવો અર્થ છે. એ પૂર્ણ છે એમાં અપૂર્ણતા કે વધારે છેજ નહિ. અનેક જીવજંત વગેરેમાં વ્યાપીને રહેલે હેવા છતાં પણ તે એકજ છે, મુકત છે અને અક્રિય-ક્રિયારહિત છે. એ કંઈ ક્રિયા કરતો નથી, એ તે બ્રમમાં પડેલે જીવસમૂહ એને કર્તા કહે છે. એને કઈ પ્રિય અપ્રિય પણ નથી. તેમ એ કોઈનું સારું ખોટું કરતો નથી એટલે અક્રિય છે. માયાથી જીવાત્મા એને સક્રિય માને છે અને ભ્રમથી છવાત્મા પછી પોતાને પણ સંસારી–પ્રપંચપાત્ર બનાવે છે. પરબ્રહ્મને તો કંઈ નથી.
જીવાત્માને અવિદ્યાએ કરીને લાગેલે મારાપણાને ભ્રમ કેમ