________________
अध्याय १४ मो.
નિર્લેપસ્વનિરૂપણ. उच्छृखलाप्याकृतिका स्थिति(रस्य राजते । न तु संस्पृहचित्तस्य शांतिर्मूढस्य कृत्रिमा ॥१॥
અર્થ. ધીર જ્ઞાની પુરુષની સ્વાભાવિક ઉચ્છંખળ સ્થિતિ પણ શોભે છે અને પૃહાવાળા મૂઢ પુરુષની શાંતિ પણ કૃત્રિમ લાગે છે.
ટીકા. ધીર જ્ઞાની અને જ્ઞાનીપણાનું ડોળ કરનાર વચ્ચેના તફાવત બતાવતાં કહે છે કે-જેને સંપૂર્ણ જ્ઞાન થયેલું છે તે ધીર પુરુષની ઉછુખળતા પણ શેભે છે, જ્યારે સંસારમાં સ્પૃહાવાળાની શાંતિ પણ કૃત્રિમ લાગે છે. તેની શાંતિ પણ શોભતી નથી, મહા સાગરનો ઉછાળો પણ રમણીય લાગે છે જ્યારે મલિન ખાચિયાની શાંતિ–નિસ્તરંગતા પણ લીલાદિ માલિન્યને લીધે શોભતી નથી. સામાન્ય વ્યવહારમાં પણ આ સત્ય આપણને પગલે ને પગલે જેવામાં આવે છે. ડાહ્યા–સમજુ માણસને ગુસ્સો પણ ગંભીર હોય છે, જ્યારે સ્પૃહાળુનું મૌન અને શાંત ચિત્તતા પણ અંદરના વિકારને લીધે સૂક્ષ્મ દૃષ્ટિએ જેનારને ભયંકર લાગ્યા વગર રહેતી નથી. સ્પૃહાળુ સાધુ-સંતો થઈને સંસારમાં ફરનારા આવા ડોળી અને વૈરાગ્યની વાત કરનાર પોતે જ પાપ કરે છે, એટલું જ નહિ પરંતુ ભ્રમિત કરેલા પિતાને આશ્રયે આવેલા ભોળા ભક્તજનોને પણ પાપને રસ્તે ચઢાવી જ્ઞાનને ઠેકાણે ઘોર અજ્ઞાનના ખાડામાં નાંખે છે. સંસારની માયાની સ્પૃહાવાળા ઢોંગીઓની શાંતિ પણ કૃત્રિમ હોય છે અને તે રાજતી નથી, સામે રાગ ઉત્પન્ન કરે છે. માટે એવાં આડંબરી સ્પૃહાળુ અને ઉપર ઉપરથી જ્ઞાનનો ડોળ કરનારાથી જિજ્ઞાસુએ સર્વદા દૂર જ રહેવું જોઈએ.