________________
અધ્યાય ૧૧ મો. વાસના પરિત્યાગ,
यस्य बोधोदये तावत्स्वमवद्भवति भ्रमः । तस्मै सुखैकरूपाय नमः शान्ताय तेजसः ॥ १ ॥
અર્થ. જેના આધ થતાંવાંત સ્વમની પેઠે ભ્રાંતિના નાશ થઈ જાય છે એવા સુખૈકરૂપ, શાંત અને તેજ સ્વરૂપ પરબ્રહ્મને નમસ્કાર હા. ૧
अर्जयित्वाऽखिलानर्थान् भोगानाप्नोति पुष्कलान् । न हि सर्वपरित्यागमन्तरेण सुखी भवेत् ॥ १ ॥
અર્થ. અનંત-સંપૂર્ણ અર્થ-ધન કમાવા અને પુષ્કળ ભાગ ભાગવવા છતાં પણુ, જ્યાં સુધી સર્વ વસ્તુની ભાવના–વાસનાઆના પરિત્યાગ થાય નહિ ત્યાં સુધી સુખી થવાતું નથી. ૨
ટીકા. સંતોષમાં સુખ રહેલું છે. અસંતાષી સુખી કહેવાય નહિં, જો કે તેને પુષ્કળ ધન વગેરે મળ્યાં હાય તાપણ કહ્યું છે કેपृथिर्थी धनपूर्णा चेदिमां सागरमेखलां । प्रामोतिपुनरप्येष સ્થળમિતિ ત્યાઃ । સાગર મેખલાવાળી ને ધનથી સંપૂર્ણ પૃથિવી પ્રાપ્ત થાય તાપણુ તીને વળી સ્વર્ગની ચ્છા થાય છે, ધનીનું જે સુખ આપણુને જણાય છે તે અનિત્ય છે, એટલુંજ નહિ, પરંતુ ધનહીન મનુષ્ય કરતાં પણ તે વધારે અજંપામાં રહે છે, માટે ધનવૈભવના ત્યાગ એજ નિરંતર સુખસાધન છે,
कर्तव्यदुःखमार्तंडज्वालादग्घान्तरात्मनः ।
कुतः प्रशमपीयूषधारासारमृते सुखम् ।। २ ।।