________________
અધ્યાય ૧૦ મા.
૧૧૩
બનમાલિત્ય.
ટીકા. જીવન્મુક્ત જ્ઞાનીની અવસ્થાનું વર્ણન આ પ્રસંગમાં એવું સરસ કરેલું છે જે દરેક બ્રહ્મ જિજ્ઞાસુને મનન કરવા યેાગ્ય લાગે, જગતના પ્રપંચથી સાવ દૂર રહેવું સહેલું નથી, અને જો અંતઃકરણથી ત્યાગ ન થયેલા હાય અને આગ્રહથી ત્યાગ લેવામાં–કરવામાં અને પ્રપંચને છે।ડવાનું સાહસ આદરવામાં આવે તેા ઉલટું કનિષ્ઠ પરિણામ આવે છે, માટે જેને બ્રહ્મજિજ્ઞાસા હોય તેણે સદ્ગુની પાસે ઉપદેશ લઇ, ઉપદેશનું મનન કરી, ધીરે ધીરે પેાતાના સંસારી મનને પ્રપંચની નિઃસારતા સમજાવી દૃઢ વૈરાગ્ય ઉપર ભાવના કરવી; અને જ્યારે અંતઃકરણથીજ વિષયા ઉપર સાવ અભાવ ઉત્પન્ન થાય ત્યારે વૈરાગ્ય લેવા, નહિ તા દંભ કરવા પડે. પાતાને થયેલા અનુભવ અને જ્ઞાનથી જેને વૈરાગ્ય આવ્યા હાય તે કદાપિ દંભી બનતા નથી. વિષયાની લાલસા તેને જીતી જતી નથી પણ તે વાસનાઓને જીતે છે. આવા જ્ઞાની વૈરાગ્ય આવે ત્યારેજ જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે, અને તે કદાપિ ચળતા નથી.
અ..
વળી બહારના કે હઠીલા ત્યાગની પણુ, જો મન ચેખ્ખું થયેલું હાય તા ખીલકુલે જરૂર પડતી નથી. જગતના પ્રપંચ પૂર્ણ પ્રવાહમાં વહેતા જ્ઞાની પુરુષ પણ તેમાં જળકમળની માફક પૂર્ણ વૈરાગ્યવાન રહી આનંદથી સ્વશ્રેય સાધે છે. મુક્તિને માટે સૌથી વધારે યાગ્ય તે આશ્રમ અવસ્થાને અનુસરવાના માર્ગ છે. આશ્રમેા કુદી જ! અયોગ્ય વયે અને કાચા અનુભવે ક્રોધના ઉછાળામાં આવી જઇને લીધેલા વિરક્તિના માર્ગે આગળ જતાં વિપરીત માર્ગે લઇ જાય છે, અને તે આમથી વૈરાગ્યને વળગી રહેલા પુરુષ પરિણામે નરકાધિકારી થાય છે. ॥ इति श्रीमदष्टावक्रगीतायामात्मसंयमोनाम दवमोऽध्यायः समाप्तः ॥