________________
બાય ૧૦ મો.
આત્મસંયમ. तेन ज्ञानफलं प्राप्त योगाभ्यासफलं तथा । तृप्तः स्वेच्छेन्द्रियो नित्यं एकाकी रमते तु यः ॥१॥
અર્થ. જે પુરુષ નિત્ય તૃમ છે, શુદ્ધ ઈન્દ્રિયવાન છે અને એકલેજ એકાંતમાં રહે છે, તેને જ જ્ઞાન અને યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત થાય છે. કુમારીકંકણ ન્યાય.
ટીકા. મુમુક્ષુ-જીવન્મુક્ત અને સંન્યાસીએ ઘણા માણસના સહવાસમાં રહેવું જોઈએ નહિ. એકલા એકાતે રહેવાથી આત્મચિંતન થાય છે, અને બીજે ત્રીજે મળે તો વાતમાં અને ઘણું મળે તે કંકાસમાં કાળ નકામો જાય છે. જ્યાં ત્રણ જણ હોય તે ગામ અને તેથી વધારે જન હોય તે નગર કહેવાય છે. સંન્યાસી વગેરે મુમુક્ષુઓએ તે ગામ કે નગરનો ત્યાગજ કરવો. પર્વતની ગુફામાં. કઈ શિવાલયમાં અથવા નદી કિનારે નાની ઝુંપડી બાંધી તેમાં એકલા રહેવું, એ બ્રહ્મજ્ઞાનને માટે સારું છે. સંસારમાં રહેતાં સંસારના છાંટા ઉડયા વગર રહેતા નથી. દત્તાત્રયની એવી કથા છે કે, એકવાર તે એક ગામમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં એક બાઈએ કહ્યું કે “રહે મહારાજ ! આટલી ડાંગર ખાંડી ચેખા તમને આપું.” મહારાજ બેઠા અને પેલી બાઈ સાંબેલું લઈ ખાંડવા બેઠી. ખાંડતાં ખાંડતાં તેનાં કંકણ ખડખડવા લાગ્યાં. ખણખણાટથી ખાંડવાનું નહિ ફાવતું હોવાથી તેણે એક પછી એક કંકણ ઉતારી નાંખવા માંડયાં અને જ્યારે હાથમાં એકજ કંકણુ રહ્યું ત્યારે તેને વગર ગડબડે–ખણખણાટે ખાંડવામાં ચિત્ત લાગ્યું.