________________
૧૦૪
અષ્ટાવક્ર ગીતા. ટીકા. વિષય ભોગવવા તે પ્રવૃત્તિ. અને જેમ પ્રવૃત્તિ થતી જાય તેમ તેમ રાગ વધતો જેમ, એજ પ્રમાણે વિષયમાંથી ઉત્પન થતી પીડા જેમ જેમ જણાતી જાય, તેમ તેમ નિવૃત્તિ આવતી જાય છે, અને નિવૃત્તિની સાથે જ વિષયો ઉપર દ્વેષ–બીલકુલ અભાવ ચતા જાય છે. જ્યારે આ પ્રમાણે થાય છે ત્યારે તે પુરુષ એક બાળકની માફક “આ મારુ આ તારું, આ કર્યું આ નથી કર્યું” વગેરે સંસારી પ્રવૃત્તિઓમાંથી છુટો થઈ શાંતતા પામે છે અને ઉપર જણાવી ગયા તેની જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે. અષ્ટાવક્રએ પ્રથમથીજ વિષયને વિષવત ગણી તજવાનું કહેલું છે અને તેને જ વારંવાર આગળ ધરી સંસારથી છુટવા ઈચ્છતા પુરુષને વિષયોનો સદંતર ત્યાગ કરવાનો બોધ આપ્યા કરે છે. જ્યાં સુધી મન વિષએમાં રમે છે, ત્યાં સુધી કદી પણ પુરુષાર્થ એવો જે મોક્ષ, તે સાધી શકાતો નથી.
हातुमिच्छसि संसारं रागी दुःखजिहासया । वीतरागोहि निर्दुःखस्तस्मिन्नपि न खिद्यति ॥९॥
અર્થ. રાગવાન પુરુષ દુઃખની નિવૃત્તિની ઈચ્છાથી સંસારને તજવા ચાહે છે, રોગરહિત પુરુષ નિશ્ચયથી દુઃખથી મુક્ત થાય છે અને જે સંસાર હોય તે તેમાં પણ તેને દુઃખ થતું નથી.
ટીકા. દુઃખથી છુટવાને માટે રાગી માણસો સંસારને તજવા ઇચછે છે, પરંતુ જેઓ ખરેખરા વીતરાગી છે, તેઓ તે સંસારમાં રહેલા અને પ્રારબ્ધવશ ભાગ ભોગવતા હોવા છતાં પણ સંસારથી કંટાળતા કે દુઃખી થતા નથી.
यस्यामिमानो मोक्षेपि देहेपि ममता तथा। न च योगी न वा ज्ञानी केवलं दुःखभागसौ ॥१०॥