________________
સત્યદાન સમાર
જન આપીએ
(૩) તેની ઉપર વળી સર્વાગીણ જનસેવકની સંસ્થા અને તેના ઉપર ક્રાંતિપ્રિય સાધુસંતાનું માર્ગદર્શન રાખીએ છીએ. જેમાં સંત સેવકેમાં અભિનવ ઘડતરની તાલીમ શેકવવી પડશે
શુદ્ધ અને વ્યાપક ધર્મના તત્ત્વને અનુબંધ વિચારધારામાં પળે પળે જોવા અને જાળવવાની ગંભીરપણે જરૂર પડતી હોય છે આથી જ એને વિશ્વાત્સલ્ય યવાળી ધર્મમય સમાજરચના પણ કહી શકાય. આમાં આપણે સત્યશ્રદ્ધા અને બ્રહ્મચર્યવ્રત પર વધુ પડતું વજન આપીએ છીએ. એટલું જ નહીં પણ બલકે બ્રહ્મચર્યનાં રસ તરબોળ નવાં મૂલ્ય તરફના સક્રિય પ્રયોગનું જોખમ પણ ખેડીએ છીએ. આમાંથી જ પરિગ્રહ, પ્રાણ અને છેવટે જામી પડેલી પ્રતિષ્ઠા હેડમાં મૂકી દેવાની મરજીવાવૃત્તિ અને ઉદારતાભર્યા કદ્દર સત્યાગ્રહીની શક્તિ જન્મે છે. આ દષ્ટિએ નિસગ નિર્ભર શ્રદ્ધા કેળવવા સંન્યાસી કે સાધુ સાધ્વી માટે માધુકરી અને પાદવિહાર અનિવાર્ય બને છે. આમ જોતાં આવાં સાધુસાધ્વી જૈન સમાજમાંથી મળવાનાં. તે સમાજની પાસે તપ ત્યાગ અને સંયમને પરંપરાગત વારસો હોવા છતાં સત્યશ્રદ્ધા અને મરજીવાપણાની નિર્ભયતામાં છેલ્લા કાળે કાચાં પડ્યાં હાઈ તે બધાંનું અભિનવ ઘડતર કરવું પડશે.
આ દષ્ટિએ આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં સાધુસાધ્વીઓ, બ્રહ્મચારીબ્રહ્મચારિણુઓ, પીઢનરનારીઓ, અને નવી પેઢીમાંના બાળકોમાંથી વિશ્વમાનવો તૈયાર કરવાની અભિનવ તાલીમ ગોઠવવી પડશે જેમાં વિદેશની સુસભ્યતા લેવા ઉપરાંત સામુદાયિક અહિંસાના પ્રયોગો વાટે સુસંસ્કૃતિનું રસપાન કરતાં પણ શીખી લેવું પડશે. જેમાં સમાજ દ્વારા સમાજ બદલવાની હવા ઊભી કરવી પડશે
આપણે સૈદ્ધાંતિક કાંગ્રેસને અનુબંધ વિચારધારામાં રાજકીય સંસ્થા તરીકે નિશ્ચિત સ્થાન પ્રથમથી છેવટ સુધી આપ્યું છે.