________________
જમાન ને ઓળખનાર હોય છે. યુગને પારખી પિત પણ કુરૂઢિઓમાં ફસતા નથી, સમાજના કઈ પણ કાગડાને તે નીતિધર્મની દષ્ટિએ ઉકેલતો હોય છે. વળી ધર્મશાસ્ત્રને સાર તારવીને તેના ઉપયોગી અંશને પોતાના જીવનમાં અપનાવીને સમાજની આગળ ધરે છે. અહિંસા અને અનેકાંતવાદની સાથે, શાસ્ત્રની સાથે ચકાસીને મેળ બેસાડે છે અને અનુબંધવિજ્ઞાન જગતની આગળ ધરે છે; અને સુશાસ્ત્રની અને વિકાસ કરે છે; શાસ્ત્રજ્ઞાન ઉપર અનુભવની મહોર-છાપ લગાડે છે.
દશનાચાર સાધના પૂર્વગ્રહો, પરિગ્રહ પ્રાણકીતિ મતાગ્રહે; સ્થાપિત હિત ને સત્તા સત્યાથે હોમતા સદા. રા
ભાવાર્થ : અનુબંધયોગી સંતામાં જાતપાત, ધમ-સંપ્રદાય, રાષ્ટ્ર કે પ્રાન્ત વગેરેના પૂવગ્રહ હોતા નથી. તેઓ સત્યને માટે, પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ (પોતાની પાસેનાં પુસ્તકે ઉપકરણે વગેરે પણ) તજવામાં અચકાતા નથી. પોતાની માન્યતા જ સાચી છે, એવો ખોટો આગ્રહ તો તેમાં હોય જ શાને ? સત્યને માટે તેઓ આ બધાને તથા પોતાના નિહિત સ્વાર્થને તેમ જ પોતાના અધિકારને પણ હેમવા તૈયાર રહે છે. અનુબંધવિજ્ઞાનની દષ્ટિએ તેમનું દશન (દષ્ટિ) સર્વાગી, સક્ષેત્રસ્પી, વ્યાપક અને સ્પષ્ટ હોય છે; જેથી તેઓ અનુબંધોને સાંધવા તથા સુધારવામાં મૂઝાતા નથી.
ચારિત્રાચાર સાધના કાયા વાણું મને સંતો, સદા નિર્મળ સુત્રતે; ઉપગે ક્રિયા ભાષા, ઈચ્છોડદાન વિસર્ગના. કા.
ભાવાર્થ : ચારિત્રાચારમાં સૌથી અગત્યની વસ્તુ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિની છે. કાંતદશી સંત વિશ્વની સાથે