________________
૨૯
એમ કહેલ છે. લોકવ્યવહારમાં પણ “દયા ધર્મનું મૂળ છે એમ કહેવાય છે. આવા જ્ઞાનદશનપૂર્વક એટલે કે સત્ય અને અહિંસા દ્વારા સમાજને રચનારે ચારિત્રધર્મ સમ્યક જ્ઞાનદશનને વ્યવહારમાં ઉતારનારા સંઘનાં સંકલ્પ, વ્રતા અને અનુશાસન દ્વારા ઊગે છે ને વિસ્તરે છે. ચારિત્રધર્મને આધાર, અનુબંધ તપ દ્વારા જીવનનાં સવ ક્ષેત્રોની વ્યવહારશુદ્ધિ કરનારા ન્યાય, નીતિ, ધર્મ અને અધ્યાત્મરૂપી ચતુવિધિ અનુબંધ વિચારકે અહિંસાનુબંધી. અનુબંધ છે; કારણ કે નિજશુદ્ધતારૂપી મોક્ષને અનુબંધ શુદ્ધ શાસન છે.
સદ્ધર્મનું કાર્ય સમજાવતાં સંતબાલજી કહે છે : નિરપેક્ષ પરં સત્ય, સાપેક્ષ કૃતિમાં અનેક તાળા બંને સત્યને, સહુના સાથથી મળે.
પરમ સત્ય તે અનિર્વચનીય છે, અવ્યક્ત છે, પણ સહુના સાથથી જ તે કાર્યમાં પ્રગટ થાય છે. જ્યારે તે કૃતિમાં પ્રગટ થાય છે ત્યારે ભિન્નભિન્ન ભૂમિકાએ તેના આવિષ્કાર ભિન્નભિન્ન હેય છે. તે સહુને યથાર્થ ક્રમમાં ગોઠવી સર્વ વચ્ચે નિર્મળ વાત્સલ્યને વ્યવહાર ગોઠવવો તે શુદ્ધ અનુબંધ કહેવાય છે. આત્માથીએ આત્મતત્ત્વ અને જ્ઞાનીના સત્સંગથી આત્મધર્મ કે પરમ સત્યને વ્યવહાર કરે, તે ન્યાયસંપન્ન જીવિકા જીવી
નીતિનું ઘડતર કરે, અને રાજ્ય નિપક્ષ ન્યાય દ્વારા સામાજિક ન્યાયનું સ્થાપન કરે એ ન્યાય, નીતિ, ધર્મ અને અધ્યાત્મને વત્સલ અનુબંધ ગોઠવી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા શુદ્ધ સત્યનું પ્રાગટય કરનારા સેવાધર્મને હું સત્કારું છું – સ્વીકારું છું.
સત્યાનુબંધ સંતમાં, ધમનુબંધ સેવકે; નીત્યાનુબંધ લોકમાં, ન્યાયાનુબંધ રાજ્યમાં.