________________
નળકાંઠા-પ્રાયોગિક સંધના અનુસંધાનમાં વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘે શરૂ થયેલ છે. તેની નીચે માતૃસમાજે વગેરે ચાલે છે. તેવા સર્વાગી સેવિકા સેવકની સંસ્થારૂપે જનસેવક કે લોકસેવક સંસ્થા લઈએ છીએ ને ત્યાગ તપોમય અધ્યાત્મલક્ષી નૈતિક બળ ધરાવી શકે છે. એવી ગામનગરની સેવક સંસ્થામાં ગ્રામ સેવિકા સેવકનું મહત્ત્વ જળવાઈ રહે તે જોવું જોઈએ. આથી ભાલનળકાંઠા પ્રયોગનું નામ મુખ્ય રાખ્યું છે. તેના અનુસંધાનમાં ગામડાંમાં નૈતિક ગ્રામસંગઠન અને શહેરમાં નૈતિક જનસંગઠન સંચાલિત કરીએ છીએ. આવાં ગામડાં અને શહેરનાં જનસંગઠન અનુસંધાન લોકમંડળી લોકશાહી લયે કોંગ્રેસપી દેશની રાજ્ય સંસ્થા કેસ તેવો અનુક્રમ પણ જળવા જોઈએ. આમ થાય તો અહિંસા અને શુદ્ધિપ્રયોગ વ્યાપક અને વિશ્વમાં પણ સાકાર બને. છેલ્લે છેલ્લે કોંગ્રેસ જે સિદ્ધાંત પર ઊભી છે તેવી સૈદ્ધાંતિક કોંગ્રેસનું દુનિયામાં રાજતંત્ર સ્થપાય તે જ વિશ્વમાં લોકલક્ષી લોકશાહી વિશ્વસરકાર થઈ શકે. આથી જ અહિંસક સમાજરચનામાં જેમ અહિંસક પ્રતિકાર માટે શુદ્ધિપ્રયોગ જરૂરી છે તેમ શુદ્ધિપ્રયોગ સાથે જ અનુબંધ અનિવાર્ય જરૂરી બની જાય છે. (સંકલિત)
સંતબાલ