________________
૧૨.
ગામડામાં ભે થયો છે અને પ્રયોગમાં મુખ્યપણે વ્યક્તિ તરીકે માર્ગદર્શક હું છું. આવા ભગીરથ કામ માટે ભાલ નળકાંઠા માગિક સંઘ ગાંધીવ્રતો અને જૈનત્રતાના સુમેળ ઉપર ઊભો છે. પ્રથમ ગાંધીજીના તપોબળને કારણે લેકસેવકે અને જનતામાંથી ભાવુક સહાયકે સારી રીતે મળ્યા હતા. શરૂઆતમાં તો માનવીય મૂલ્યનું ઘડતર કરવાનું હોય છે અને માનવીના મગજને ભમાવી દઈ એલફેલ તરફ લઈ જતા (1) દારૂ (૨) માંસાહાર (૩) શિકાર (૪) ચેરી (૫) અનીતિની કમાણ () વ્યભિચાર અને (૭) જુગારની મહાવ્યસનમાંથી પ્રજા સમજણપૂર્વક છાએ મુક્ત થાય તેવું નૈતિક વાતાવરણ ઘડવું પડે છે. શ્રમજીવીઓનું વ્યવસ્થિત ઘડતર કરવા માટે આવી ધાર્મિક નતિક મૂલ્ય ઘડનાર સંગઠન અનિવાર્ય અને આવશ્યક છે. આવો સંધ ધનિક અને સરકાર પાસેથી સહાયતા અને રાહત મેળવી ગ્રામસમાજને ઘડે ને બેઠે કરે છે પણ મૂડીવાદી કે ધનિકોનાં ધન ને સત્તાને અપાતી પ્રતિષ્ઠા સામે, સત્તાકાંક્ષી તો કે કેમવાદ જ્ઞાતિવાદની સંકુચિતતા સામે ઝઝૂમી લેશે અને સત્ય અહિંસાની, તપ ત્યાગની પ્રતિષ્ઠાને જ લેકવ્યાપી બનાવે છે. તે તાદાભ્ય તેમ જ તટસ્થતા અને આયાસ અનાયાસને મેળ પાડીને આગળ વધે છે આથી પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા હેમવા પ્રસંગે પ્રસંગે તે તત્પર રહે છે. ઓછું ભણેલ છતાં હૈયાસૂઝ ધરાવનારાં ગામડાં, કસબા અને નગરોનાં ખેડૂત, પાછળ રહી ગયેલ પછાત વર્ગ અને નારીજાતિને આ પ્રયોગનાં મૂલ્યો સાચવવામાં ઘણે મોટે સાથે સાંપડ્યો છે. તેમાંના કેટલાક તો રત્ન સમા ઉજળા છે. જે કેંગ્રેસ સંસ્થાની શુદ્ધ અને સંગીનતા કરાવવામાં અને પ્રેરક બનવામાં નૈતિક ગ્રામસંગઠનોએ જાત અને જન ઘસી નાખ્યા છે તે જ કોંગ્રેસને પંચાયત, સહકારી પ્રવૃત્તિ ને શિક્ષણક્ષેત્રને રાજકીય પકડમાંથી મુક્ત રાખવા સંધર્ષ, સતત સંઘર્ષ કરી લોકશાહીને