________________
પ્રથમ આવૃત્તિનું નિવેદન આ ઊગતું મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર થોડા જ વખતમાં આટલું પ્રગતિમાન થશે એવી પહેલાં કલ્પના પણ ન હતી. આજે દિનપ્રતિદિન સંખ્યાબંધ જિજ્ઞાસુઓના ઉત્સાહ પ્રેરિત પત્રો અને પુસ્તકોની પુષ્કળ માંગ સતત ચાલુ રહેવા ઉપરાંત સંસ્થાને સાથ પણ બહોળા પ્રમાણમાં મળ્યો છે.
ભગવાન મહાવીરના સાહિત્યની જનતાને ખૂબ જ ભૂખ હોય, પ્રથમ આવૃત્તિની ૩૨૦૦ નકલ કઢાવેલી પરંતુ તે પુસ્તક બહાર પડે તે પહેલાં જ ગ્રાહકની સંખ્યા છપાયેલા પુસ્તકો કરતાં વધી જવાથી બીજી આવૃત્તિનાં ૩૩૦૦ પુસ્તકો તરત જ છપાવવાની જરૂર પડી છે.
સૌ સભ્યોની અનુમતિ અને શ્રી બુધાભાઈ શાહ તથા શ્રી જૂઠાભાઈ શાહના અતિ આગ્રહથી આ વર્ષની મંત્રીપદની જવાબદારી શ્રી લક્ષ્મીચંદભાઈએ કબૂલ રાખી છે.
વિદ્વાન મુનિ મહારાજશ્રીની ભાવનામય અનુગ્રહ બુદ્ધિ તથા તેમના ગુરુશ્રીની ઉદારતા આ સંસ્થાની ઉત્પાદકતા અને જીવનશક્તિ છે.
શ્રી બુધાભાઈ અને શ્રી જૂઠાભાઈની મૂકસેવા આ સંસ્થાની પ્રેરણા છે. અને અન્ય કાર્યવાહકોની કાર્યદક્ષતા આ સંસ્થાની ચાલક શક્તિ છે.
સહાયક, પોષક અને ગ્રાહકોની અમીદષ્ટિનું સિંચન સદા મળતું રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.
(ટૂંકાવીને) સંવત ૧૯૯૧, કાર્તિક સુદ ૧
વ્યવસ્થાપક નવેમ્બર ૧૯૩૪