________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૪. અને ૫. સર્વાર્થસિદ્ધ. એમ પાંચે અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવો આવી રીતે અનેક પ્રકારના છે.
૨૧૫. આ બધા દેવો લોકના અમુક ભાગમાં જ રહ્યા છે. હવે તેઓના કાળ વિભાગને ચાર પ્રકારે કહીશ.
૨૧૬. પ્રવાહની એપક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૨૧૭. ભવનપતિ દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમથી થોડી અધિક રહી છે.
૨૧૮. વ્યંતર દેવોની આયુષ્ય સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની કહી છે.
૨૬૦
૨૧૯. જ્યોતિ દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ ઉપરની છે. ૨૨૦. સુધર્મદેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે,
૨ ૨૧. ઇશાન દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમથી અધિક અને ઉત્કૃષ્ટ બે સાગરોપમથી અધિક કાળની છે.
૨૨૨. સનતકુમાર દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
૨૨૩. મહેન્દ્રલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બે સાગરોપમથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી અધિક કાળની છે.
૨૨૪. બ્રહ્મલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની છે.
૨૨૫. લાંતક દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની છે.
૨૨૬. મહાશુક્ર દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે.
૨૨૭. સહસ્રાર દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે.
૨૨૮. આનત દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અઠાર સાગરોપમની અને ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમની છે.