________________
ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુથી જૈનવાયને ગુર્જરગિરામાં વિકસાવવાના કોડ પણ રહ્યા કરતા હતા.
માનસશાસ્ત્રના નિયમ મુજબ એ આંદોલને જ જાણે અસર ન કરી હોય તેમ થોડા જ વખતમાં એક તત્ત્વજિજ્ઞાસુ ભાઈ મળી આવ્યા. “મહાવીરનાં અમૂલાં સર્વતો ગ્રાહી અમૃતવચનો ઘર ઘર કાં ન પહોંચે ?' એવી તેમને પણ સ્વતઃ પ્રેરણા જાગી હતી. તે ભાઈનું નામ શ્રી બુધાભાઈ મહાસુખભાઈ. તેમની પ્રેરણાથી બીજા ભાઈ મળી આવ્યા, જેમનું નામ શ્રી જૂઠાભાઈ અમરશી. તે અને બીજા સહસ્થોએ મળી વાટાઘાટ કર્યા પછી ભિન્ન ભિન્ન યોજનાઓ પૈકી એક ખાસ વિશિષ્ટ યોજના નક્કી કરી લીધી.
અને તેના ફળ સ્વરૂપે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર નામની સંસ્થા ઊભી થઈ. તેના જે જે વિદ્વાન સભ્યો થયા તેમણે સેવાવૃત્તિને મોખરે કરી લોક સેવાર્થે સાવ સસ્તું સાહિત્ય બહાર પાડવાનો નિશ્ચય કર્યો.
આવી રીતે મારી તીવ્ર ઇચ્છાને તાત્કાલિક ન્યાય મળતાં મને સંતોષ તો થયો જ, પરંતુ તેની સાથે મારા સંકલ્પબળમાં સર્વોત્તમ ટેકો મળ્યો અને આ દિશામાં વધુ ને વધુ પ્રયત્ન કરવાની આ સંસ્થા દ્વારા એક ઉત્તમ તક સાંપડી તે આહ્વાદનું વર્ણન શબ્દોમાં શી રીતે આવે ?
આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, ટીકા, અવચૂરી, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ગુજરાતી ટબાઓ અને હિન્દી ટીકાઓ ભિન્ન ભિન્ન સંસ્થાઓ તરફથી ખૂબ ખૂબ બહાર પડી ગયાં છે તો આ ઉત્તરાધ્યયનના અનુવાદમાં કઈ વિશેષતાઓ છે ? આ પ્રશ્નનો એક સીધો અને સરળ ઉત્તર એ છે કે એ બધું હોવા છતાં જૈનવાધયથી જૈનેતર વર્ગ સાવ જ અજાણ રહ્યો છે એટલું જ નહિ પણ જૈનો સુધ્ધાં તે વસ્તુથી લગભગ અપરિચિત જ છે. તેનું અનુરૂપ દૃષ્ટાંત આજની પ્રવર્તી રહેલી આપણી ધાર્મિક અવ્યવસ્થા જ તે નિર્દેશ માટે પ્રર્યાપ્ત થશે.
આમ થવાનાં ત્રણ કારણો છે : સૂત્રોની મૂળ ભાષાનું અજ્ઞાતપણું, અનુવાદન શૈલીની દુર્બોધિકતા, મૂલ્યની અધિકતા. શિષ્ટ સાહિત્યની પ્રચારદષ્ટિથી થયેલી આ યોજના એ બધી અગવડોને દૂર કરવામાં ઉપયોગી નીવડશે તેમ માનવું અસ્થાને નથી.
૧0