________________
૩૧૬
શરીરને પામી જાય છે.
મતલબ, આ જીવનું મન અનેક વિકારોને પુંજ છે. દેહાંતને વખતે જીવ અનેક જન્મોનાં સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને અધીન થઈને માયા દ્વારા રચાયેલા અનેક પાંચ ભૌતિક શરીર પૈકી જે કઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની બેસે છે કે “તે શરીરરૂપ હું છું એવા જીવને તેવું જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે. જેમ સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશમય પદાર્થો પાણુ ભરેલા ધડામાં અથવા તેલ આદિ તરલ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાના ઝપાટાથી તે ઘડાનાં જળ કે તેલ હાલવા-ચાલવાથી તેમાં પ્રતિબિંબિત ચીજો પણ જાણે હાલતી–ચાલતી હોય તેમ દેખાય છે, એ જ રીતે જીવ પણ પિતાના અજ્ઞાનથી રચેલા શરીરમાં રાગ કરીને એ શરીરને પિતાનું સ્વરૂપ માની બેસે છે અને મોહવશ એના આવવા-જવાને પિતાનું, એટલે કે શુદ્ધ આત્માનું આવવું-જવું માનવા લાગે છે. એ માટે જેઓ પોતાનું કલ્યાણ ચાહે છે એમણે ખરેખર તો કોઈને મોહ નહીં કરવો જોઈએ. કેમકે જીવ કર્મને અધીન થઈ ગયેલ છે, અને તેથી તે જે કોઈ સાથે પણ દ્રોહ કરશે, તેણે આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં પણ ભયભીત થવું જ પડશે. કંસરાજ ! આ આપની નાની બહેન હજુ ઘણું નાની અને ઘણી રાંક છે. તે તે આપની દીકરી જેવી ગણાય ! વળી તેણુને હજુ હમણાં હમણાં જ વિવાહ કર્યો છે. હજુ વિવાહ-લગ્નનાં મંગલચિહ્નો પણ એના શરીર પરથી એણે ઉતાર્યા નથી. આ પરિસ્થિતિમાં આપ જેવા દીનવત્સલ પુરુષે એ બાપડીને વધ કરી નાખો, જરા પણ ગ્ય નથી.”
શુકદેવજીએ કહ્યું: “પરીક્ષિતજી ! આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા આદિ શામનીતિથી અને ભય આદિ ભેદનીતિથી કેસને