________________
૭૧
(સવૈયા એકત્રીસા) ધર્મયુદ્ધ જ્યાં અનિવાર્ય, ત્યાં અવશ્ય કરવું જ પડે; કિંતુ અહિંસક સમાજ રાખવા, અયુદ્ધ-ભા પ્રિય ગણવા.
(પા. ૫૧૯) વિજય, સત્ય, સામાનું સન્માન અને યુદ્ધનાં ધોરણે જાળવીને લડવા છતાં મનમાં ક્યાંય યુદ્ધ-ઘેલછા આવે નહીં તેવી સાવધાનીથી યુધિષ્ઠિર મહારાજે યુદ્ધ પડકાર ઝીલ્યો. ભગવાન કૃષ્ણ એમના માર્ગદર્શક સારથિ રહ્યા અને યાદવોનું લશ્કર દુર્યોધનના પક્ષે કૃષ્ણને આદેશથી રહ્યું. યુદ્ધમોરચે જ અર્જુનના અયુદ્ધના ભાવોએ વિશાદનું રૂપ પકડયું. ભગવાને મેહ અને કર્તવ્યધર્મ સમજાવતાં ગીતાને મર્મ સમજાવીને તેને યુદ્ધ માટે સજજ કર્યો. યુદ્ધમાં વિજય તે થશે, પણ ગમે તેટલી સાવધાની છતાં યુદ્ધને પિતાનું જે અનિષ્ટ હોય છે તે ભાગ ભજવી ગયું. યુધિષ્ઠિરના મિશ્ર સત્યે તેમના રથને હેઠે પાળ્યો, ભગવાન કૃષ્ણ શસ્ત્રને બદલે રથના પૈડાને ઉપયોગ કર્યો. દુર્યોધનની જાંધ પર ગદા મારવી પડી. અશ્વત્થામાએ નિર્દોષ સૂતેલા પાંડવપુત્રો હયા ને બ્રાહ્મણત્વ વિરોધી નિંદ્ય કર્મ કર્યું. ભીષ્મ જેવા કંચનકામિની-ત્યાગીએ પણ અર્થદાસત્વની લાચારી અનુભવી અને યાદવસેનાને યુદ્ધઘેલછાએ છાકટી કરી. પૃથ્વીને ભારરૂપ હતા તેવા મદાંધે રણમાં રોળાયા અને અનાથે ઊભરાયાં. આમ છતાં સામાજિક સત્ય જીત્યું. યુધિષ્ઠિર મહારાજ ગાદીએ આવ્યા.
નિષ્પક્ષ સત્યનિષ્ઠ ધર્મરાજ્ય અવ્યક્ત નીતિ ને ન્યાય, ને વ્યક્ત વિશ્વશાંતિ છે; મેળવ્યો તાલ બંનેને, સ...યોગે યુધિષ્ઠિરે.
વનવાસ દરમિયાન જે વનવાસી પ્રજા અને સમગ્ર ભારત સાથે સાંસ્કૃતિક સંબંધે સાંધ્યા તે સંસ્કૃતિસંગમમાં કામ આવ્યા.