________________
અહુરમદ-એ બધા સત્ય ભગવાનના જુદા જુદા દેશકાળ અને. જુદી જુદી માનવ પ્રજામાં પોતપોતાની કક્ષા પ્રમાણે થયેલા ઉદ્ધારક રૂપે જુદાજુદા આવિષ્કારે છે. આપણે સમ્યક દૃષ્ટિથી જોતાં શીખીશું તે જ દિવસે આપણને સત્ય ધર્મની, સત્ય માર્ગની, સત્ય ભગવાનની સમજ આવશે અને તે જ દિવસે જીવનનું રહસ્ય અને સત્ય ભાગવાનનું સ્વરૂપ સમજી શકશું. (માં. મી. જ. ભા. ૧, ૫, ૮૯ ) ભાગવતકાર જ ભાગવતની પૂર્ણાહુતિ કરતાં કહે છે: “તે શુદ્ધ નિર્મળ આનંદમય માક્ષરૂપ સત્ય ભગવાન પરબ્રહ્મનું અમે ધ્યાન ધરીએ છીએ.' તે પરબ્રહ્મ રૂપી સત્યને જ ભાગવતકારે કૃષ્ણરૂપે ગાયેલ છે. સત્ય અને શ્રી ઠણ એક જ છે. ભગવાન સત્યનારાયણ કહે, ભગવાન વિષ્ણુ કહે, ભગવાન શ્રીહરિ કહે કે ભગવાન કૃષ્ણ કે રામ કહે તે સત્યના જ આવિષ્કાર છે.. સત્યને વ્યક્ત કરનાર, તેને વિશ્વમાં વિતરિત કરનાર અને અવતરણ કરનાર આવિષ્કારને અવતાર કહેવામાં આવે છે. તીર્થકરે, પેગંબર, અવતાર કે સત્યના આવિકારે ભાષાભેદે ભલે વિભિન્ન લાગે પણ પ્રકૃતિમાં યુગેયુગે જે સામાજિક સત્યના પ્રાગટયની માગ હોય છે તેને વિભૂતિરૂપે વ્યક્ત કરનારા ક્રાંતદષ્ટ પ્રયોગકારોના વૈશ્વિક પુરુષાર્થનાં એ બધાં વિધવિધ સ્વરૂપે જ છે. શ્રીરામચંદ્રને અભિનવ રામાયણમાં અને શ્રીકૃષ્ણને અભિનવ ભાગવતમાં સંતબાલજી મહારાજ સત્યપ્રભુના અમર પરબ્રહ્મના પ્રગટ અવતરણ રૂપે જ મહિમા ગાય છે અને તેના અવતારી કલ્યની અપાર લીલાને અમૃત-સ્વાદ ચખાડે છે. એમના જ શબ્દોમાં કહીએ તો :
“એકપત્નીવ્રતી રામ, કૃષ્ણ અનેક-પત્નીક; વાસના ત્યાં થતી અંતે, વિશ્વવાત્સલ્યમાં સ્થિર. જુદા છે તોય ના જુદા, રામ ને કૃષ્ણ ભારતે; આમ સૌ મેળો તાળ એક અનંતને તેમ.” (પા. ૫૫)