________________
વાણીથી અવર્ણનીય કહ્યો છે. એ તે શુકદેવ જોગી, વ્રજ-ગોપાંગનાઓ અને નરસિંહ જેવા રોગીઓ જ જાણમાણી શકે છે અને એથી જ રસના રસિકેને શ્રીકૃષ્ણ વિધવિધરૂપે જોવા મળે છે. ગોપીઓને પ્રણયવલ્લભરૂપે, શુકદેવને પરમ સત્-સ્વરૂપે, મીરાંને સ્વામી રૂપે, નરસિંહને તુંહી તુંહીરૂપે મલ્લોને સામર્થ્યરૂપે અને અસુરોનેય સંઘર્ષ રૂપે તે સદાય સોહામણું લાગે છે. એથી જ આનંદઘનજી મહારાજે ગાયું છે : “ક કર્મ કાન સે કહીએ – કર્મનું કર્ષણ કરી સર્વનું આકષર્ણ ઊભું કરનાર કાનને જ આનંદઘનજી મહારાજે સચ્ચિદાનંદ શુદ્ધ મરૂપે બિરદાવ્યા છે. અને “તેરા નામ અનેક તું એક જ હૈ, તેરા રૂપ અનેક તું એક જ હૈ’—ગાયું છે અને પોકારી પિકારી ગાયું કે
રામ કહે, રહેમાન કહે, કઈ કાન કહે, મહાદેવ રી; પારસનાથ કહે, કેઈ બ્રહ્મા, આપ સ્વયં એકરૂપ કરી,
એ જ કૃષ્ણને સંતબાલજી મહારાજે જે રીતે જાણ્યા માણ્યા અને રસરૂપે હૃદયે રમમાણ કર્યા તે રસ “અભિનવ ભાગવત'માં સિચ્યો છે. શ્રીકૃષ્ણજીવન તે માધુને મધપૂડો છે. તેમાંથી થોડાંક બિંદુ લઈ સંતબાલજી અભિનવ ભાગવતમાં પીરસે છે. સમતાને સાગર, સમ્યક જ્ઞાની, પરમ યોગેશ્વર અને નિર્દોષ પ્રણય, વાત્સલ્ય અને વિશુદ્ધ પ્રેમને પંથ ઉજાળી તીર્થકર ગોત્રને પ્રાપ્ત કરનાર ભાવિ તીર્થકર શ્રીકૃષ્ણચંદ્રના રદ્દગુણોનું સંકીર્તન કરે છે. તેમજ ભાવિ સિદ્ધ-પ્રભુની વિનયભક્તિમાં વૃદ્ધિ કરે છે. “નમોલ્યુ” દ્વારા જેનાં નમન સ્તવન કરાય છે તે ભાવિ તીર્થકર શ્રીકૃષ્ણને વંદન, નમન અને ભક્તિથી નવાજી સંતબાલજી ભગવાન વ્યાસજી રચિત ભાગવતને અખંડાનંદ સરસ્વતીજીએ હિંદી વાડમયમાં સરલ રીતે રજૂ કરેલ છે. તેમાંથી સાર ખેંચી, સમ્યફ દૃષ્ટિને પિછી, પુષ્ટ કરી, આસ્તિકાની ભક્તિમાં ગુણગ્રાહી મંગલ દષ્ટિનું સિચન કરી સંત