________________
ગઈ, જીવન છતાં તેઓ જીવનમુક્ત બની ગઈ. હવે ભગવાન જીવનમુક્ત સાથે રાસરમણ કરે છે.
(૪) મહારાસરમણ અધિષ્ઠાન ખરે એક, સર્વેય જીવનું રહ્યું; જ્ઞાને ભેદે મટી જાતાં, રહે સ્વરૂપ એકલું. ગે પીઓએ પ્રભુપ્રેમ, એવો તે કેળવ્યો હતો. સના દેહે હતા જુદા, સોને ચિદાત્મ એકલે. (પા. ૫૫૩)
જેણે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું છે, જે પ્રભુ અર્થે જ જીવે છે અને પ્રભુને બંસીનાદ પ્રેરે તે જ પ્રવૃત્તિ કરે છે. જેણે પ્રભુના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના જીવનનાં દુરિતો દૂર કર્યા છે અને સમાજગત જીવનનાં દુરિતાને પ્રતિકાર કર્યો છે, જેણે પ્રભુ આજ્ઞાએ સત્કાર્ય અને શુભ મંગલ પ્રવૃત્તિમાં પોતાના તન, મન ને વાણી જોડયાં છે, છતાંય જેને શુભ કાર્યને નથી પ્રશસ્ત રાગ કે નથી પ્રભુકાર્ય કરવાનું અભિમાન, અનિષ્ટને પ્રતિકાર, ઇષ્ટના
સ્વીકાર નથી રાગ કે માન એવી ગેઓ ને ગેપીસમા પ્રેમધર્મનાસેવાભક્તિના સાયંકા પિતાનું વ્યક્તિત્વ જ પ્રભુની કાયા જેટલું
વ્યાપક બનાવી વિશ્વમય બની જાય છે. એવું વ્યક્તિત્વ જ્યારે વિભૂતિમાં ઓગળી જાય છે ત્યારે વિશ્વર પરમાત્મા તેમની સદાનંદી આલાદક શક્તિ સહિત તેની સમક્ષ હાજર થાય છે. એના આલાદના પ્રસાદથી સાધકનાં સર્વ કરશે પ્રભુમય બની જાય છે અને સાધક દેહ ને દેવુભાવ, કર્મ અને કર્મના કતૃત્વને ભાવ, ભેગ અને ભકતાપને ભાવ ભૂલી જઈ ભગવાનમય બની ભગવાનની આજ્ઞા પ્રમાણે ચેષ્ટા કરવા લાગી જાય છે.
જ્યાં વર્ણવાય ગેપીની, રદ્દભક્તિ પ્રેમલક્ષણ; સ્વર્ગ, નિર્વાણ ને મેક્ષ, બને ફિકક તહીં સદા. (પા. ૪૫૧)