________________
૩૯
સમયે ઘર, પતિ, માબાપ, સંતાન વગેરે બધુ... છેડી સ્ટ્રીટ્ટેડે મારી પાસે આવવું સારું પ્રેમ કહેવાય ?' પણ તેના જવાબમાં ગેપીએ એ કહ્યું : “આપ અમારા પ્રાણ છે, તે સિવાય જગતમાં પતિ, પુત્ર માતા, પિતા બધાં શૂન્ય સિવાય ખીજું કશું નથી. અમારું ક ંઈ નથી; જે કાંઈ છે તે તારુ' જ છે, તું જ છે।. અમારું અંતઃકરણુ કેવળ તને જાણે છે, તને જ દેખે છે. તમારા જ પ્રેમરસને માણે છે. એથી અમે જે કાંઈ કરીએ છીએ તે તમારી ઇચ્છા પ્રમાણે, તમારા અર્થે જ કરીએ છીએ. અમારામાંનું અમારાપણુ' તા હરી લીધું છે અને હવે ઠપકા આપે। છે ? અમારામાંનું હું-પણું હરાઈ ગયું છે. અમે અમારું સ`સ્વ તને આપી દીધું છે એટલે તારા સિવાય કાંઈ કરવાનું અમને સુઝતું જ નથી.” એમ કહી તેએ રડવા લાગી. શ્રીકૃષ્ણે કહ્યું : ‘‘જે મને સમર્પિત થાય છે, મારે અથે જ જીવે છે ને કર્મ કરે છે, તે કર્મ કરવા છતાં અકર્તા બની જાય છે.” આમ કહી ભગવાને તેઓને ભાવાલિંગન આપ્યું, ઉર સાથે ઉર સ્પર્શી થતાં જ ગાપીનાં હૃદય પુલકિત થયાં; પણ તેવામાં જ ભગવાન એકાએક અંતર્ધાન થઈ ગયા, અદશ્ય થઈ ગયા. અકર્તા-ભાવે ઇશ્વરનું માનીને પણ સેવાકા' કે પ્રભુ કે સત્પુરુષના ચરણની સેવાભક્તિ થતી હાય તેનેય રાગ આવી જાય, તેમાંય રાગરુચિને સ જન્મે તે ભક્ત તેટલે ભગવાનથી છૂટા-વિખૂટા પડી જાય છે. સેવાકાર્યાં, સત્પુરુષના પ્રયારપ્રભાવનું કાર્ય પણ સાધન છે. જનસેવા, માનવસેવા, પ્રાણીમાત્રની સેવાને પ્રભુસેવા માની તે ભક્તિપૂર્વક કરવી તે સાધનમાંય રાગ આવી જાય તા તે પ્રશસ્ત રાગ પણ વિકાર છે. સાધ્યુ તા. સચ્ચિદાનંદ પરમાત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જ હેાઈ શકે. સાધક સાન્ય ભૂલી સાંધનના રાગમાં જેટલે બંધાય તેટલા ભગવાન વૈગળા જાય. તે બતાવવા શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા.