________________
૫૫
તે ગુસ્સે થઈ સભા છેડી તત હસ્તિનાપુર ઊપડી ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર સમજી ગયા કે હવે કાંઈક મહા અનર્થ થયા વિના રહેશે નહીં ! પરીક્ષિત ! આવી જાતનાં માણસો આવાં જ હોય છે, જેનું વર્તન કેવળ આસુરી હોય છે. તેથી મૂઢ સ્વાર્થ અને કુસેવા એ બને મોટા દુર્ગણો એવાંના જીવનમાં સાંગોપાંગ હેાય છે. આવાં અતિ નઠારાં માણસોથી સાચે ધર્મ તો સે સે ગાડાં દૂર રહે છે, આવું જ દુર્યોધનનું હતું. તેથી જ તે ઘણી વાર કહે : “હું ધર્મને અને અધર્મને બન્નેને જાણી શકું છું. પણ અધર્મમાં જ મારું મન પ્રસન્ન થાય છે. ધર્મ મારા મનને ગમતો જ નથી. પરીક્ષિત ! આવાં માણસ બીજાનું બૂરું કરવા જતાં પિતાને બૂરું કેટલું થાય છે, તે તરફ જોતાં-વિચારતાં જ નથી !
શાલ્વ અને દંતવકુત્રને વધ
અનુટુપ બીજાને પાડવા ખાડા કુમત્ય ખેદતા ભલે; પડતે કિંતુ તે ખાડે, સ્વયં કુમત્ય આખરે. ૧
ઉપજાતિ મદાંધને એ શુચિ ભાવ નાવે; છે ક્ષુદ્ર પોતે પ્રભુ કૃષ્ણ સામે. એ રીતથી ભૂપ કરુષ કૂદ્યો; ને મૃત્યુએ તેહને સદ્ય લૂંટ. ૨ હવે ભગવાન કૃષ્ણનું એક વધુ ચરિત્ર કહેઃ એક શાદવ નામનો જવી કે જે શિશુપાલને પરમ મિત્ર હતો, તેના મનમાં રુકિમણુના