________________
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ જેમ એક બાજુ સર્વ પત્નીઓને પૂરેપૂરો અને એકસરખે પ્રણયરસ ચખાડી શકતા, તેમ બીજી બાજુ આદર્શ ગૃહસ્થાશ્રમીને છા જતું નાનામાં નાનું પણ કર્તવ્ય બજાવતા, આમાં જ એ પૂર્ણાવતારી પુરુષની અજોડ ખૂબી હતી. જેમને આવી ચારે બાજુની ઝઝટ હેય તે સુખદુઃખની ડગલે પગલે વિસંવાદિતા જ અનુભવે, પરંતુ અહીં - ભગવાનમાં પૂર્ણ પણે સંવાદિતા જ નજરે પડતી અને સૌને એ નિત્યચર્ચા જોઈ ખાતરી થવા લાગી કે સુખદુઃખ એ તે માત્ર દરિયામાંથી ઊઠતા પરપોટા જેવાં છે. ખરો આનંદ તો સ્થાયી છે. જેમ વાસ્તવિક દરિયે ગંભીર છે તેમ.
એવામાં એક દિવસ આ દ્વારિકાપુરીની રાજસભાના દ્વાર પર એક ન માનવી, આવીને ઊભો રહ્યો અને નમસ્કારપૂર્વક કહેવા લાગ્યા : “પ્રભુ ! જરાસંધ જેવા સરમુખત્યાર રાજવીના જેલખાનામાં રાજાઓની કેવી કેવી મુસીબત છે, તે શું કહું ! તેમાંય આપે ભલે જરાસંધને સત્તર વાર જીતી લીધા પણ એક વાર એણે આપને છત્યા ત્યારથી એના ઘમંડનો પાર રહ્યો નથી. માટે આપ જ એ ઘમંડનો પારો ઉતારી શકે તેમ છે અને કૃપા કરી ઉતારે !' બસ, દૂતની વાત ભગવાન કૃષ્ણ સાંભરે રહ્યા હતા, તેવામાં જ ફરતા ફરતા રદ ઋષિ ત્યાં જ આવી પહોંચ્યા. ચમકતી જટા જોતાં જ સેવકે સાથે ભગવાન કૃ ઊભા થઈને ભાવસભર એમ (એ દેવર્ષિનું સ્વાગત કર્યું અને પૂછયું : કેમ નારદજી ! ત્રણેય લેક કુશળ મંગલ છે ને ?' કારણ કે આપ ત્રણેય લેકમાં સતત વિચરે છે. આપની પાસેથી મારે મુખ્ય વાત એ સાંભળવાની છે કે, “યુધિષ્ઠિરાદિ પાંડે હાલ શું કરવા માગે છે ? તતકાળ નારદજી બોલ્યા : “આપ સ્વયં આ બધું સરી પડે જાણે જ છે અને છતાં બીજને ગૌરવ આપવા માગો છો તો ભલે