________________
વિવેકપૂર્વક વધતી ગઈ. આમ અનિષ્ટનું હનન, ઇષ્ટનું પિષણ અને શુદ્ધતાના સેવનથી જે સહજાત્મતા વિકસી તેણે પશુ અને પુરુષે સાથે એવું તે તાદામ્ય સાધ્યું કે જેથી બધી ગાય ને ગેપબાળકે જાણે કે કૃષ્ણરૂપ બની ગયાં અથવા શ્રીકૃષ્ણ જ જાણે કે ગાયો ને ગોપબાળરૂપે સહસ્ર રૂપ ધારણ કર્યા હોય તેવું ખુદ બ્રહ્માજીએ અનુભવ્યું ત્યારે શાશ્વત એકત્વના અધિષ્ઠાન શ્રીહરિને તે ચરણે પડી ગયા. આમ ભાગવતના હૃદય દશમ સ્કંધના હૃદયરૂપ ગોપલીલાથી કૃષ્ણચંદના વિશિષ્ટ પ્રયોગોને આલેખ કરતાં સંતબાલ કવે છે:
ન્યાય, નીતિ તથા ધર્મ, અધ્યાત્મ પુટવંત ; વ્યક્તિ સમાજ બંનેના, જીવને ઓતપ્રત તે; સંસાર–સાર એ ખેંચી, સાધક ભ્રમરે રૂપે, તત્ત્વ-મધુ સુપ્રેમીને, ચખાડવા સદા મથે. (પા. ૪૧૬) બલરામ અને શ્રીકૃષ્ણ વૃંદાવનમાં ગોપ-ગોવાળિયા દ્વારા ન્યાય, નીતિ અને સુધર્મનો પ્રયોગ કરી રહ્યા હતા. એ બધા ગપગોવાળ નિર્દોષ હતા ને પૂર્વના દિવ્ય સંસ્કારસભર હતા. બાલકૃષ્ણ તેમને અધ્યાભ-રસે રસી રસામૃતને રમત કરતાં કરતાં પાઈ રહ્યા હતા. તેઓ બીજાં ગોપબા સાથે વાછરડાં ચરાવતા, વિધવિધ પ્રકારની રમતો રમતા. કયારેક વાંસળી બજાવતા તો ક્યારેક પગે ઘુઘરા બાંધી નાચતા. ક્યારેક પોતે ગાય-બળદ બની ખેલ કરતા, તે સાંઢ બની આપસ-આપસમાં ક્યારેક ગાજતા અને એવા તો ઠ યુદ્ધ કરતા કે બળુકાને હંફાવી દેવાની રીતની ગોપબાળાને કુતી શીખવી દીધી.
ક્યારેક મેર, વાંદરા, કાયલ આદિની વાણની એવી આબેહુબ રીતે નકલ કરતા કે પંખી કે વાંદરા પણ તે નકલથી આકર્ષાઈને તેમની સાથે ગેલ કરવા લાગી જતાં, આમ ગમ્મત કરતાં કરતાં વંશવિશુદ્ધિ ને વિસ્તારથી, ગાયનાં દૂધ-ઘીની વૃદ્ધિ થાય તેવા ગોસંવધનથી, ગાયે સુપ્રસન્ન રહે તેવી ગવિદ્યા શીખીને ગોવાળે તે