________________
ધનુષ્યભંગ
મંદાક્રાંતા મૃત્યુ પેલાં, મરણ ભયથી કંસ શિથિલ કીધે, જીતી લીધી, નગરી મથુરા, સર્વને નેહ ઢીધે ગોપીઓ સૌ પ્રભુવિરહથી, દુઃખ પામે છતાંયે, જાણે સૌની, નિકટ પ્રભુ છે, એવું વેદાઈ જાય !
અનુકુપ દુષ્ટતાને દિયે દંડ, ને પૂજે સુષ્ણુતા અતિ, સર્વેશ્વર, અહો કૃષ્ણ દેવોના દેવ શ્રીપતિ.
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! મીઠી મીઠી વાત કરી કુજાને વિદાય આપ્યા પછી તેઓ (ભગવાન કૃષ્ણ અને બલરામ બને પિતાના સાથીજને સહિત) વ્યાપારીઓને બજારમાં પહેચ્યા, ત્યારે એ વ્યાપારીજનોએ એ બને વાર ભાઈઓને પાનબીડાં, હાર, ચંદન, વિવિધ પ્રકારની આકર્ષક ભેટ ધરી ધરીને સેવાપૂજા કરી. ભગવાન કૃષ્ણના દર્શન માત્રથી સૌ સન્નારીજનોનાં હદયોમાં પ્રેમાવેગ તરત ઊભરાઈ આવતે જણાત, મિલનની ઈચ્છા જાગી ઊઠતી. એટલી હદ સુધી કે એમને પોતાના શરીરની સૂધબૂધ પણ રહેતી નહતી ! એ બધી સન્નારીઓનાં વસ્ત્રો વગેરે જાણે સાવ ઢીલાંઢીલાં બની જતાં અને તેઓ બધા ચિત્રની જ મૂર્તિઓ હોય એવી બનીને જ્યાં શ્રીકૃષ્ણુને દેખે ત્યાં ઊભી જ રહી જતી હતી !
આ પછી નિલે પ એવા એ ભગવાન શ્રીકૃષ્ણ મથુરાનગરીને વાસીઓને ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતા રંગશાળામાં પહોંચ્યા અને એમણે ત્યાં રાખવામાં આવેલા ઈન્દ્રધનું જેવા એક અદ્ભુત ઘનુષ્યને