________________
કે માતાજીને મારા કરતાં વસ્તુ વહાલી લાગી. એટલે એમણે તે વસ્તુની તેડફોડ કરી. વલોણુની માટલી ભાંગી નાખી, માખણ પણ બીજાઓને ખવરાવવા લાગ્યા. ભગવાનને દૂધની અને તેને જાળવવાની કિંમત સમજાતી હતી પણ તે વિચારતા હતા કે માણસે માનવ સાથેના વાત્સલ્ય કરતાં વસ્તુની કિંમત વધુ આંકવા મંડશે તે તે વસ્તુપ્રધાન બની જશે; માણસ ભેગસામગ્રી પ્રત્યે દેટ મુકશે. માલ સામાન કરતાં સર્વ મેધું છે. જગતના બધા પદાર્થ માનવતા માટે છે. તેથી સૌથી મોંઘો માનવ અને માનવ સાથે પ્રેમને નાતે છે ને આત્માનું અનુસંધાન છે. એનું ભાન કરાવવા જ એમણે જેને માવાનું બંધન કહે છે તે મોહ-મમત્વ સંઘરતી ગોળી ફાડી નાખી. માતાજીને પ્રથમ તે તેની વેરાગી વૃત્તિ પર હસવું આવ્યું, પણ ચિંતા પડી કે આ સ્નેહની સાંકળ સધાશે કેમ? એટલે એને ખાંડણિયા સાથે બાંધવા લાગ્યાં. માતા દેરડાં જેડતાં જ ગયાં પણ ગમે તેવડી રસ્સી પણ બે આગળ ટૂંકી પડવા લાગી. નિલેપ-નિર્મોહીને ભલા કેણુ બાંધી શકે ? તેમ છતાં જ્ઞાની અંદરથી જ નિવૃત્ત રહીને સંસારયાત્રાને સુવ્યવસ્થિત કરતી સર્વ પ્રવૃત્તિઓ કરે ત્યારે તેઓ બંધાયેલા જેવા લાગે છે :
સામાન્ય જીવની જેમ, લાગે જ્ઞાનીય વર્તતા; કિંતુ લેપાય ન જ્ઞાની, લેપાતાં સર્વ અન્ય જ્યાં. (પા. ૫૫૩) માતાજી બાંધવાના પરિશ્રમથી થાકી ગયાં ત્યારે કૃષ્ણને લાગ્યું કે માતાના પ્રેમને આદર કરી વાત્સલ્યથી બંધાઉં અને તેઓ માતાગોપ-ગોપી અને સૌ સ્નેહીના પ્રેમની રસ્સીથી બંધાઈ ગયા. નિર્માય નિત્ય આત્મા જે, માયાવશ કદી બને; દેખાડે રંગ માયાને, સગાંને કા'કવાર તે. (પા. ૩૫૫) આત્મભાન થકી યુક્ત, યશદાનંદનંદન; કરે વાત્સલ્યનું પાન, વ્રજે કૃષ્ણ સનાતન. (૫. ૩૬૦