________________
૪૧૫
જોર કરવા લાગ્યો, પણ ફરી પટકી પાડયો અને મોંમાંથી લેહીની ઊલટી કરતે ત્યાં ને ત્યાં તે અસુર મરણશરણ થઈ ગયો. દેવોએ ફૂલ વરસાવ્યાં.
આ જ સમયે મહર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને “તારાં પાકાં દુશ્મન બે બાળકે તો વ્રજમાં છે, તું અહીં શું કરે છે ?” એમ ઉશ્કેર્યો. એટલે કંસે કેશીને અને માસુરને આ કામ માટે મેક૯યા, પણ તેઓની સુધ્ધાં આખરે એવી જ દશા થઈ. મારવા ગયા શ્રીકૃષ્ણને અને બલરામને પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જ તેઓને એ પાઠ આપી દીધું કે મારનારા જ મરે છે !...” તે જ સમયે મહર્ષિ નારદજીએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું : “આપ એક પછી એક આસુરી અસુર અને માનવીય અસુરોને નષ્ટ કરી આખાયે જાગતિક માનને માટે વસવા લાયક અને ધર્માચરણ કરી શકવા લાયક આખાયે જગતને બનાવી રહ્યા છે. હવે ટૂંક સમયમાં આપના જ શુભ હાથે ચાણુર, મુષ્ટિક, કંસના વફાદાર પહેલવાનો અને કુવલયાપીડ હાથી અને સ્વયં કંસની પણ આ જ દશા થવાની છે. ત્યારબાદ શંખાસુર, કાલયવન, મુર અને નરકાસૂરની પણ એ જ દશા થવાની છે.” એમ કહી યુવાનીમાં હવે પછી જે આઠ પટરાણુઓની સાથે લગ્ન થશે–ત્યાં પણ એ યુવતીઓને અને એ યુવતીઓનાં વડીલે ઉપરાંત આખાયે જગતનું હિત જેમનાં મૃત્યુઓ સાથે સંકળાયેલ છે તેમને નાશ કરશો. ટકમાં આપ દ્વારકાધીશ પણ બનશો તથા નગને શાપમુક્ત કરશે અને ઘણું ઘણું પરાક્રમ કરી બતાવશે. એમ છેવટે સમગ્ર પૃવીને ભાર ઉતારવા અજુનના સારથિ બની કુરુક્ષેત્રમાં પણ માત્ર આપની હાજરીને જ સર્વોચ્ચ મહિમા જગતમાં પ્રસ્થાપિત કરશે. આમ તે આપ માયામુક્ત છે અને છતાં જગતજીવોને ઉદ્ધાર કરવા માયા ને કાયાને બંધ બાંધે છે. એ રીતે આપે જગતનો ભાર ઉતારવા ભગવાન શ્રીકૃષ્ણ રૂપે આજે દેહધારીને અવતાર ધર્યો છે. આપને ચરણે મારા કાટિટિ નમસ્કાર છે.”