________________
૧૧
સૂતિકાગ્રહથી બહાર નીકળવાની ઈચ્છા થઈ, ત્યાં જ કારાગારનાં દ્વાર ખૂલી ગયાં, પહેરગીરા નિદ્રાધીન થયા, યમુનાએ માર્ગ આ ને વસુદેવજીએ નંદબાબાના ગોકુળ પહેચી ધાદાજીની શયા પર પુત્રને પિઢાડી ત્યાંથી તેમની નવજાત કન્યાને લઈ દેવકીની શયામાં સુવાડી દીધી.
શ્રીકૃષ્ણને વ્રજ-ગોકુળવાસ વસુદેવજી યશોદા મૈયાની ગોદમાં કૃષ્ણને મૂકી ગયા ત્યારથી તે અરજી મથુરા તેમને તેડી ગયા ત્યાં સુધીના તેમના નિવાસનાં વ્યાસજીનાં વર્ણનથી કવિઓ, દષ્ટાઓ, તત્ત્વજ્ઞો, કથાકાર, ભક્તો, જ્ઞાનીએ અને દાર્શનિકે મુગ્ધ છે. શ્રીકૃષ સત્ય અને પ્રેમમય જીવનને સર્વાગ સંપૂર્ણ આદર્શ રજૂ કરી વિશ્વને સમગ્રતાસભર જીવનદષ્ટિના લહાણું આપી છે.
અવતાર ધરી જાણે, આદર્શ—સ મર્ચને; રજૂ કરે પ્રભુ પોતે, સપ્રયોગ કરી ખરે. (પ. ૩૮)
એથી જ સંતબાલજી શ્રીકૃષ્ણનું અદશ ચિત્ર રજૂ કરવાની હેશથી કરે છે
ભાગવત થકી એવા, ગ્રામકેરિત કૃષ્ણને;
આલેખાશે રૂડી રીતે, ભાગવત કથામૃતે હવે. (પા. ૧) પુત્રજન્મ બાદ નંદબાબાનું ઉદાર હૃદય આનંદથી ઊભરાઈ ગયું. યશોદા અને નંદબાબાએ ધન-ધાન્ય. ગામે વસ્ત્ર અને આભૂષણોનાં દાન દીધાં. મનુષ્યદેહનું સાર્થકય જ સ્વપરનું શ્રેય સાધવામાં છે. આવું આ દંપતી સમજતું હોવાથી એ તો સંપત્તિને દેવામાં જ આનંદ માનતું હતું. એથી વાયુમંડળ પણ એવું રચાયું હતું કે વ્રજનાં ગોપગોપીએ પણ ઉદાર અને પ્રેમાળ બની ગયાં હતાં. પણ આપવાથી તે એમનાં ધન-ધાન્ય ને સંપત્તિ વધવા લાગ્યાં; કેમ કે