________________
આ શુકદેવજીએ વ્યાસ ભગવાન પાસેથી તે સાંભળેલ, પરંતુ એમણે તે સાંભળીને આચારમાં વણું દીધું. સર્વ પ્રાણ પ્રત્યે સમભાવસભર આત્મદષ્ટિપૂર્વક પરમાત્મ-પ્રાપ્તિના દયેય પ્રત્યે તે એવા તો એકાગ્ર બની ગયા હતા કે તેમનામાં દેહભાવ કે સ્ત્રી-પુરુષ-ભાવ સુધ્ધાં રહેવા પામ્યો ન હતો. એમની આત્મસાધનાની ઉત્કૃષ્ટતા વ્યાસજીથીયે વધી ગઈ હતી. તેથી સંતબાલ કહે છે?
પ્રાણું હે નાનું કે મેટું, નારીનર મહીં પણ; આમા એક જુએ તેથી, વ્યાસથીયે વધુ શુક. સવ પેદા થયા છે, ભગવાન થકી જયમ;
ભગવાન મહીં પાછા, મળવું ધ્યેય છે ત્યમ. (પાન ૧૬)
જગતના બધાં દ્રવ્યમાં કેવળ આમદ્રવ્ય જ જ્ઞાને પગવાળું છે; એથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે એ ચેતન તત્વ રૂપ હરિ જ અધિષ્ઠાન રૂપ છે. જીવાત્મા વિભાવથી સંસાર સજે છે; તેમાં ટકે છે અને વિભાવ દશા ટળે સ્વયંના શુદ્ધ સ્વભાવમાં જ રમમાણ રહે છે. આવા આત્મદ્રવ્યના જાણકાર અને સર્વાત્મા સાથે દિવ્ય-દષ્ટિએ એકવ માણનારા શુકદેવજીની વાણુમાંથી નીકળેલ ભાગવતનો મહિમા વર્ણવતાં સંતબાલ કહે છે :
અધમી અતિપાપી, સૌ તરે એકસામટાં; એવી આ યુગમાં આપે, ભક્તિ ભાગવતી કથા. એટલે જ કળિકાળ ત્યાગ ને તપ પ્રેરશે; ભક્તિ, કર્મ તથા જ્ઞાન જાથી મોક્ષ અપશે.
(પ. ૭, ૮, ૯)
ભાગવતને ધમકથાનુયોગ ભક્તિ, અનાસકત કર્મ, અને જ્ઞાનની ત્રિવેણથી મુક્તિની