________________
નિવૃત્તિ લે ત્યારે પણ ભગવાનના ગુણે જ ગાયા કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ કરવા કરતાં અને અલ્પાહારને વધુ મહત્ત્વ આપીએ છીએ કે જેથી આવ્યાક્ષિપ્ત એવા મનથી કથાશ્રવણ થઈ શકે. ભગવાન પ્રત્યે જેમને ભક્તિ ન હોય, તેવાએને ભાગવતકથા સાંભળવાનો કઈ અધિકાર નથી. દાળ, મધ, તેલ, ભારે ભેજન, વાસી અને અને ભાવથી દષિત થયેલા એવા ખોરાકને ન લે. કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લાભ, દંભ, મેહ તથા શ્રેષથી તે સે જોજન દૂર જ રહેવું. વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, સેવક, સ્ત્રી, રાજા અને મહાપુરુષની નિંદાથી સાવ અળગા રહેવું. કુસંગ છેડી હંમેશાં સચ્ચાઈ, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતાથી જ વર્તવું. પાપીઓએ તે ભાગવતકથા જરૂર સુયોગ્ય અધિકારી પાસેથી સાંભળવી જ જોઈએ, જેથી બધાં પાપ બળશે. અને આમાં અકિંચન ભક્તને તે બહુ અવકાશ જ છે. કથા પૂરી થયે ભાગવત–ગ્રંથ અને વક્તાનું પૂજન કરી લેવું, વિરક્ત શ્રોતા કર્મશાન્તિ માટે ગીતા પાઠ કરે. ગૃહસ્થ શ્રેતા ભલે ગાયત્રી મંત્ર અથવા દશમ સ્કંધને એકએક લેક બોલી વિધિપૂર્વક હવન કરે અને આહુતિઓ આપે ! કંઈક ત્રુટિ રખે રહી હાય તો તેને સાફ કરવા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે ! ટૂંકમાં નારદજી ! ભાગવત કથા જ એક કથા આ દુનિયામાં એવી છે કે જે ભોગ અને મોક્ષ બનેય આપી શકે.”
આ રીતે નારદજીને સનકાદિકે ભાગવત સપ્તાહ સંભળાવ્યું, અને તરત ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય હષ્ટપુષ્ટ થઈ ગયાં જે જોઈ નારદ મુનિ ખુશ ખુશ થઈ ગયા. “વાહ ! મને તે ખુદ હરિવર જ મળી ગયા.” એટલામાં જ ત્યાં ખુદ શુકદેવજી પોતે પહોંચી ગયા. તેમની ઉંમર સોળ વર્ષની જ દેખાતી હતી. તેઓ પણ ભાગવત પાઠ જ લલકારતા હતા. તેથી બધા શ્રોતાઓએ ઊડીને સ્વાગત કર્યું