________________
ગકણું. આ રીતે આત્મદેવ બ્રાહ્મણ દંપતીને બે બાળકે મળ્યા. એકનું નામ ધુન્ધકારી અને બીજાનું નામ ગાકર્ણ. ધુંધુકારી હિંસક, જૂઠે અને બધી રીતે દુષ્ટ નીવડ્યો. એક દહાડે ધુંધુકારીએ માબાપને ગાળ દઈને ઘરમાંથી તગડી મૂક્યાં. હવે રડતો બાપ કહે છે: “કુસંતાન કરતાં વાંઝિયાં બધી રીતે અમે સારાં'—એમ ખિન્ન ખિન્ન થઈ ગયા. તેવામાં ખબર પડવાથી ગણે આવી પિતાને જ પિતાને સુંદર ઉપદેશ દ્વારા ભરપૂર દિલાસો આપ્યો. પિતાના વનમાં ગયા બાદ ધુંધુકારીએ મને ખૂબ મારી; ધન માટે આખરે કુવામાં પડી તે મરી ગઈ. ધુંધુકારીને વેશ્યાઓએ લૂંટીને મારી નાખે. અને તે પ્રેત થયો. પ્રેતે ગોકર્ણ પાસે દયા માગી. ગોકર્ણે કહ્યું: “તારી સદ્ગતિ કરવા અમે ગયામાં શ્રાદ્ધ કર્યું, તોય સદ્ગતિ કેમ ન થઈ ?' ગોકર્ણની આ વાત સાંભળી ધુંધુકારી તો ચાલ્યો ગયો. પરંતુ ગોકર્ણએ સૂર્ય મહારાજને પૂછયું શું કરવું ? સૂર્યે કહ્યું : ભાગવત સપ્તાહ સંભાવ. જરૂર બેડે પાર થશે.” ગોકર્ણ જીએ ભાગવત સંભળાવવા માંડયું. પશુ, પક્ષીઓ અને માનવો એ સાંભળવા
ભરાવા લાગ્યાં પણ બાર કંધે સાંભળી ધુંધુકારી પ્રેત મટીને દિવ્યરૂપધારી મહા વૈષ્ણવ બની ગયો. પહેલાં સૌને નવાઈ લાગી. આ કણ? એ બીજું કઈ ન હતું. તે હતે પેલે ધુંધુકારી પ્રેત ! તેણે ગોકર્ણજીને પ્રેતતા -મુક્તિ માટે મહાન આભાર માન્ય. આમ, એકાગ્રચિત્ત શ્રદ્ધાભક્તિયુક્ત થઈ જે ભાગવતકથા સાંભળશે તેને બેડો પાર થશે જ થશે.”
ભાગવત સપ્તાહવિધિ
ઉપજાતિ આસ્તિકતા પ્રેરક વાણુંવંતા, વિરક્ત ને વૈષ્ણવી ભક્ત, વક્તા;