________________
ક્ષમતા અને સાગરપેટા વલણને વિકસાવે તે ભાગવત, રામાયણ ને મહાભારતની ત્રિપુટી એને વ્યાપક આત્મ-ધર્મની વ્યાસપીઠ પરથી અશુભના નીંદણુ, શુભના પિષણ, અને શુદ્ધના આરાધનની એટલે કે અનિષ્ટનો ઇન્કાર ઈષ્ટને સ્વીકાર અને શુદ્ધતા લક્ષે પ્રયાણ કરતી આત્મસાધનાના મધુર ગુંજારવથી અહંદ પારાયણ કરવાને ઉત્તમ અવકાશ અપશે. એટલું જ નહીં પણ બ્રાહ્મણ અને શ્રમણ પંરપરાના પુનિત પ્રવાહીને એકરસ અને એકરૂપ બનાવી ધર્મના શાશ્વત સ્વરૂપને પ્રગટ કરવાને તેના મનેરને પાર પાડવાનું સામર્થ્ય પણ બક્ષશે, અને સંતબાલજીની સર્વધર્મ ઉપાસનાના સ્વપ્નને સાકાર કરશે. આવું મંગલ દર્શન મને આ પુસ્તકના પાને પાને લાધતાં આના પર આટલું લાંબું લખવાની અનધિકાર ચેષ્ટા કરી હોય તે વાચક મને માફ કરે. વિસ્તારને દોષ વહારીને પણ સંતબાલ પ્રત્યેની અને ભાગવત પ્રત્યેની ભક્તિ મને પરાણે લખવા ધકેલી રહી છે. એટલે એમને વશવતીને જે કાંસુંઘેલું લખાયું તે વાચકના કરકમળમાં રજૂ કર્યા વિના રહી શકતું નથી.
–દુલેરાય માટલિયા સંત સાથી