________________
२८०
કેટલાં બધાં વરસો વીતી ચૂક્યાં ! છતાં ક્ષણે-ક્ષણે ભેગ-લાલસા વધતી જ જાય છે. એટલા માટે દેવયાની ! હવે ભેગ-વાસના તજીને મારું અંતઃકરણ પરમાત્મા પ્રતિ સમર્પિત કરી દઈશ. મને પિતાને ભગવાનમાં લગાડી દઈશ અને પછી સુખ–દુઃખાદિથી ઉપર ઊઠીને અહંકાર-મુક્ત થઈ હરણુઓ સાથે વનમાં વિચરવા ઈચ્છું છું ! આ લેક-પરલોકના ભાગે તો અસત છે એમ સમજી તેમને ન ભેગવવા જોઈએ, ન એમનું મુખ્યપણું ચિતવવું જોઈએ ! એમને મુખ્ય બનાવવાથી તો જન્મ-મૃત્યુ રૂપ સંસારની જ પ્રાપ્તિ થાય છે અને ભેગોને ભેગવવાથી તે આત્મનાશ થાય છે જ. આટલું સમજી જે વાસનાક્ષયની દિશામાં કમેક્રમે આગળ વધે તે જ સાચે આત્મજ્ઞાની બની શકે છે. આમ કહી તેમણે ફરીથી પુત્ર પુરુની જુવાની પાછી આપી બુઢાપ લઈ લીધો. બીજા પુત્રોને પણ રાજ્યો આપ્યાં પણ વધુમાં વધૂ રાજય અને ધન વગેરે આ ખા ભૂમંડળનું હર પુરુને આપી. એના બીજા મોટા ભાઈઓને એમને વશ સોંપી; વ્યવસ્થા કરીને પોતે વનમાં ચાલી ગયા. વર્ષો પછી આસક્તિ માત્રથી છૂટી તેઓ ત્રિગુણમય લિગ શરીરથી છૂટી ગયા અને પ્રભુમય બની રહ્યા, તેમ દેવયાનીજી પણ આ બધી પ્રભુની માયા સમજી ક્રમશઃ વાસનાક્ષય કરીને ભગવાન બની ગયાં !”
દુષ્યત-શકુંતલા આકર્ષણ અને મેહ, પંથ બે છે સદા જુદા; આકર્ષણે ચડે આત્મા, તે પડે મેહ પામતાં. ૧ વાસનાક્ષયને એક વાસનાવૃદ્ધિને બીજે; એક ધર્માવિધી ને, ધર્મ વિરુદ્ધ છે બીજે. ૨