________________
જેઓ પામેલ છે. આવી પ્રવૃત્તિલક્ષી-નિતિ; તે કાંતિપ્રિય સંતથી, થતી સધર્મ-સ્થાપના. (પા. ૧૮૬)
આવા સંતો અને ગ્રાહ્મણનું વિશે બહુમાન થાય છે. પ્રલાખા વંશમાં બલિરાજા થઈ ગયા. ઈજે તેમને હરાવી તેમની બધી સંપત્તિ લઈ લીધી અને તેમને પ્રાણરહિત કરી નાખ્યા ત્યારે શાચાર્યે તેમને સજીવન કર્યા અને દાદા મલાદએ માળા આપા તે ધારણ કરીને બલિરાજ ભક્તિશાળી અને શકિતશાળી બની ગયા અને ઇન્દ્રપુરી છતવા આવ્યા. દેવે અને ઇન્દ્ર જ્યાં ત્યાં છુપાઈ ગયા ત્યારે અદિતિએ કશ્યપજીની દેરવાણી પ્રમાણે પયોવ્રત કર્યું અને ભગવાન વામન રૂપે ત્યાં અવતર્યા. ભાદરવા સુદ બારસે બ્રહ્માજીએ પણ સ્તુતિ કરતાં કહ્યું?
ભક્ત માતા પિતા જ્ઞાની, બને ઋજુ તપસ્વીઓ; તે સ્થળે જન્મવા ઈછે, ભગવતી વિભૂતિઓ. (પા. ૨૨૨)
બલિરાજા ભૃગુ પાસે યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યાં જ હાથમાં છત્ર, દંડ અને જળભરેલા કમંડળ સહિત વામન આવી પહોંચ્યા. બલિએ સત્કાર કરી દક્ષિણે માગવા કહ્યું. ભગવાને ત્રણ ડગલાં જમીન માગી. બલિએ તેમના ચરણ પખાળી સંકલ્પ કરી જેવું જમીનનું નું દાન કર્યું કે વામને વિશ્વરૂપ ધારણ કર્યું. બલિનું મન પણ વિશ્વરૂપ બની ગયું, બે ડગલામાં ભગવાને બલિનું સર્વસ્વ લઈ લીધું અને ત્રીજે પગલે બલિએ ભગવાનને ચરણ સ્વમસ્તક પર પધરાવવા માગણી કરી. પ્રભુએ તેને સુતલમાં સ્થાન આપ્યું. બલિ પ્રભુની કસેટીમાં પાર ઊતર્યા તેથી કહેવાયું છેઃ સત્યાથી કરી સકસોટી થાતી, વસુંધરા લક્ષ્મી સદર જાતી; તેયે ચળના સતથી કદાપિ, જે દૈત્ય એવા બલિરાજ નામી.
(પા. ૨૨૫)