________________
થતી જોવા મળે છે. સંતબાલજી જૈનત્વ પરંપરાગતબદ્ધ માન્યતામાંથી મુક્ત થઈ અગમ અને યુગને સુમેળ કરતી મહાવીર અને ગાંધીની, આચારાંગ અને ગીતાની શાશ્વતી અને પરિવર્તન સાધતી કાંત અને વૈજ્ઞાનિક સાધનાને અજવાળે છે.
પ્રાગાત્મક સાધના-શૈલી એમની સાધનાની ખૂબી એ છે કે પ્રમેયાત્મક એટલે શાસ્ત્રાર્થ પરંપરા પર નહીં પણ પ્રયોગાત્મક છે. વ્યકિતગત અને સામુદાયિક જીવનમાં સત્ય અહિંસાના પ્રયોગ કરતાં કરતાં જે સત્યનો અનુભવ થાય છે તે અનુભવના આધાર પર તે ચાલે છે. શ્રીકૃષ્ણ ભાગવતમાં સમગ્રતાનું સર્વાગી દર્શન કરાવ્યું તે જીવનદર્શનને લક્ષમાં રાખીને સર્વાગી અને સમગ્ર જીવનનાં સર્વ ક્ષેત્રને સત્ય-અહિંસારૂપી ધર્મના પ્રભાવથી પ્રભાવિત કરવાના મુગલક્ષી ભગવદ્કાર્યની પ્રેરણા લેવા સંતબાલજી અભિનવ ભાગવત આલેખી રહ્યા છે એથી જ મંગલાચરણમાં તે કહે છે:
રહે આ ભારતગ્રામ વિશ્વકે કે સદા સ્થિત, તે માટે પ્રગટયા રામાયણ અને મહાભારત. એમ વિજ્ઞાનયુગે આ ગાંધી–પ્રયોગ તે રૂપે ને ભાલ—નકાંઠાનો તે સંદર્ભે પ્રયોગ છે. ભાગવત થકી એવા ગ્રામકેબિત કૃષ્ણને
આલેખાશે રૂડી રીતે ભાગવત કથામૃત. (પા. ૧) આ આલેખને મુખ્ય હેતુ સમ્યફ ભક્તિની પુષ્ટિ છે તે સ્પષ્ટ કરતાં સંતબાલજી પ્રસ્તાવના રૂપે કહે છે:
“એક અર્થમાં જ્ઞાનવ રૂપે જે રામાયણને ગણુએ તે મહાભારત-ગ્રંથ કર્મવેગ રૂપે છે અને ભાગવતનો ગ્રંથ ભક્તિ રૂપે છે.