SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૭ રંગ તરીકે અમે આગળ સંશોધનવિભાગમાં જણવીશું એ હરતાલ અને સફેદાને ઉપયોગ કરાત હતો. આ સિવાયના બીજા રંગે એકબીજી શાહીઓના મિશ્રણથી ઉપજાવવામાં આવતા હતા. દા. ત. હરતાલ અને હિંગળોક મેળવી નારંગી રંગ બનાવતા હતા; હિંગળક અને સફેદો મેળવી ગુલાબી રંગ બનાવતા હતા; હરતાલ અને કાળી શાહી મેળવી લીલો રંગ બનાવતા હતા ઇત્યાદિ. કેટલીકવાર ચિત્રકામ માટે ઉપયોગી કેટલાક રંગે એકબીજા પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતા હતા. અમારી પાસે એક પાનું છે જેમાં એવા કેટલાક અંગેની બનાવટને લગતી નેધ છે, જે અહીં આપીએ છીએ? અથવું ચીત્રામણ રંગ ભર્યાની વીધી: (૧) સફેદ ટાં. ૪–યાવડી (પીઉડી) ટાં. ૧, સીંધુર ટાં. ૧–ગેરે રંગ હોઈ. (૨) સીધુર ટાં. ૪,પથી ગલી ટાં. ૧–ખારીક રંગ હઈ. (૩)હરતાલ ટાં. ૧, ગલી ટી. વો–નીલો રંગ હાઈ. (૪) સફેદ ટાં. ૧, અલતે ટાં. ૧૫–ગુલાબી રંગ હાઈ. (૫) સફેદે ટાં. ૧, ગલી ટાં. ૧–આકાશી (આસમાની) રંગ હઈ. (૬) સીંધુર ટાં. ૧, ખાવડી (પીઉડી) ટાં. બા–નારંગી રંગ હોઈ. ઉપરોક્ત રંગોને, તેની સાથે સ્વચ્છ ગુંદરનું પાણી નાખી હસ્તલિખિત પુસ્તકના ચિત્રકામ માટે વાપરવામાં આવે છે. (૪) જે લખાય તે–જૈન લિપિ લિપિને વારસો જે લખાય તે' એ સાધનમાં લિપિને સમાવેશ થાય છે. અમે અગાઉ જણાવી ચૂક્યા છીએ કે જૈન પ્રજા એક કાળે મગધવાસિની હતી, પરંતુ તે પછી ભયંકર દુકાળ અને સાંપ્રદાયિક સાઠમારી વગેરેને પરિણામે એ ભૂમિને ત્યાગ કરીને સૌરાષ્ટ્ર-ગૂજરાતની ભૂમિમાં સ્થાયી નિવાસ કર્યો છતાં એ પ્રજા ત્યાંની સંસ્કૃતિ અને સંસ્કારોને વિસરી ગઈ નહોતી. એ સંસ્કૃતિ અને સંસ્કારોએ જૈન પ્રજાની લેખનકળામાં પોતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યું છે, જેને પરિણામે મગધની મુખ્ય લિપિ બ્રાહ્મીબંગલાની ૬૪ છાયા જૈન લિપિમાં ઊતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના મરેડ, જના પડિમાત્રા વગેરે. બ્રાહ્મદેવનાગરી અથવા દેવનાગરી લિપિમાંથી પડિમાત્રાની પ્રથા વિક્રમની દસમી શતાબ્દી પહેલાંથી ઘટતાં ઘટતાં આજે એ સદંતર લુપ્ત થઈ ગઈ છે, જ્યારે અત્યારની બ્રાહ્મીબંગલા અથવા બંગાળી લિપિમાં પડિયાત્રાની એ પ્રથા એકધારી ચાલુ જ છે. આ કારણથી પ્રાચીન લિપિના જૈન ગ્રંથ વાંચનારને માટે તે પહેલાં બંગાળી લિપિ જાણી લેવી એ વધારેમાં વધારે સગવડતાભર્યું છે. સેંકડો વર્ષના અનેકાનેક સંસ્કારને અંતે આજે જૈન લિપિ ગમે તેટલું પરિવર્તન પામી હોય, તેમ છતાં જૈન ગ્રંથેની લિપિ અને બંગાળી લિપિ એ ઉભયની તુલના કરનાર સહેજે સમજી શકશે ૬૩ રંગેની નોંધનું આ પાનું પાટણનિવાસી મારા શિષ્ય મણિલાલ પાંડ પાસેથી ઉપલબ્ધ થયું છે. ૬૪ ભારતવર્ષની પ્રચલિત અત્યારની દેવનાગરી, બંગાળી આદિ તમામ લિપિઓ બ્રાહ્મી લિપિના જ પ્રકારતર હેઈ અમે એ લિપિઓને અહીં બ્રાહ્મીબંગલા, બ્રાહ્મીદેવનાગરી એ નામથી ઉલ્લેખ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy