________________
- 285/ ASUJIROUCO
પ્રાકથન
રસ્તુત “જૈન ચિત્રકળા’ વિષયક પુસ્તકમાં જૈન લેખનકળાને લગતે વિસ્તૃત નિબંધ જોઈ
- સીકોઇને એમ લાગ્યા સિવાય નહિ જ રહે કે આવા ચિત્રકળા’ વિષયક ગ્રંથમાં લેખનકળા” વિષે આવડું વિસ્તૃત લખાણ શામાટે હોવું જોઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે ટૂંકમાં એટલું જ કહીશું કે પ્રસ્તુત જૈન ચિત્રકળા વિષયક પુસ્તકમાં આપેલાં ચિત્રો મુખ્યત્વે કરીને હસ્તલિખિત પુસ્તકમાં આવતાં જ ચિત્રો છે. એ ચિત્રોની ચિત્રકળાને વિકાસ જૈન લેખનકળાના વિકાસ સાથે સંકળાએલો હાઈ “જૈન ચિત્રકળા’ વિષયક આ પુસ્તકમાં “જૈન લેખનકળા” વિષયક વિસ્તૃત નિબંધને સ્થાન આપવામાં આવ્યું છે.
જૈન લેખનકળા વિષયક અમારા આ નિબંધમાં અમે જૈન લેખનકળાનો અને તે સાથે સંબંધ ધરાવતાં દરેક અંગોનો જેટલું બને તેટલો ટૂંક છતાં વિશદ પરિચય આપ્યો છે. એ પરિચય આપવામાં અમે મુખ્યતયા જૈન ધર્મનુયાયી શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય પૈકી શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોનાં વિસ્તૃત અવલોકન અને અભ્યાસને જ ધ્યાનમાં રાખ્યાં છે. શ્વેતાંબર સંપ્રદાય મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે વિભાગમાં વહેંચાએલે હોવા છતાં અમારે આ લેખ અમે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારેને લક્ષમાં રાખીને જ લખેલ છે કારણકે સ્થાનકવાસી સંપ્રદાય અતિ અર્વાચીન હોઈ તેમજ ફક્ત જૈન બત્રીસ આગમ મૂળમાત્રને જ માનતા હોઈ તેમના અર્વાચીન જ્ઞાનભંડારેમાં ભારતીય સાહિત્યની દૃષ્ટિએ કે લેખનકળાની દષ્ટિએ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારોના જેવો ખાસ કશે એ પ્રાચીન વારસો નથી, તેમ નથી એ જ્ઞાનભંડારોમાં ખાસ નેંધવા લાયક કશી વિશેષતા. એ જ કારણથી અમે અમારા આ નિબંધમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજપૂતાના, પંજાબ આદિ દેશમાંના વિદ્યમાન સ્થાનકવાસી સંપ્રદાયના જ્ઞાનભંડારે ઉલ્લેખ કર્યો નથી.
પ્રસ્તુત નિબંધમાં જોકે અમે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોને લક્ષીને જૈન લેખનકળા વિષે ખાસ કશું કહેવા પ્રયત્ન સેવ્યું નથી, તેમ છતાં પ્રસંગે પાત દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારેના સંબંધમાં અમારે અહીં સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે દિગંબર સંપ્રદાયના જ્ઞાન ભંડાર મુખ્યતયા મુંબાઈ, ઈડર, નાગર, જયપુર, સહરાનપુર, આરા તેમજ દક્ષિણ હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. આ ભંડારનો દૂર બેઠાં જે પરિચય મળ્યો છે એ ઉપરથી તેમાંની એક વસ્તુ આપણને સહેજે ખટકે તેવી છે. એ જ્ઞાનભંડારોના સંગ્રહમાં શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોની જેમ સાંપ્રદાયિકતાને કિનારે ન મૂકતાં તેને આગળ જ ધરવામાં આવી છે? શ્વેતાંબર જૈનાચાર્યોએ તેમજ તેમના અનુયાયી વર્ગે સાહિત્યના સર્જનમાં તેમજ તેના સંગ્રહમાં સાંપ્રદાયિકતાને સદંતર એક બાજુએ રાખી છે,
જ્યારે દિગંબર જૈનાચાર્યોએ અને તેમના અનુયાયી વર્ગ સાંપ્રદાયિકતાને મોખરે રાખી છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ સાહિત્યના સર્જનમાં દિગંબર સંપ્રદાયના તેમજ જૈનેતર સંપ્રદાયના સંખ્યાબંધ ગ્રંથોને
मा. श्री केदारनागारि ज्ञानमार
जि गोचर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org