SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૩ સાધારણ રીતે બંધનની પણ આવશ્યકતા રહેતી નથી. ચોમાસાના ભેજની અસર પાનાંને ન થાય એ માટે પુસ્તક ઉપર બંધન હોવા છતાં અંદરના ભાગમાં આને વીંટી રાખવામાં આવે છે. આને ઉપયોગ ચૌદમી સદી પહેલાંથી થવાના પ્રાચીન ઉલ્લેખો મળે છે. આ કવળી, વાંસની પાતળી સળીઓ અથવા ચીપને એક પછી એક ગૂથવાથી બને છે, જે આજકાલચીના લોકો ચીપો ગૂંથીને બનાવેલાં કેલેન્ડર બજારમાં વેચે છે,–જેને લેકે ઘરની ભીંત ઉપર શોભા માટે લટકાવી રાખે છે,–તેને આબાદ મળતી હોય છે. આ ગૂંથેલી વાંસની સળીઓ ઉપર રેશમી કે સુતરાઉ કપડું મઢવામાં આવે છે અને તેને “કળી” તરીકે ઓળખવામાં આવે છે. આનું પ્રાચીનું નામ “કમલી” અને “કબલી’ મળે છે.૧૩૪ એ નામ સં. ટ્વિીવી અથવા વારી ઉપરથી બનેલું છે. કાંબી કાબી’ શબ્દ સં. સ્વિ ઉપરથી આવ્યો છે. આ કાબી તદ્દન ચપટી વાસની ચીપ જેવી હોય છે અને તે હાથીદાંત, અકીક, ચંદન, સીસમ, સાગ વગેરે અનેક જાતની બને છે. પુસ્તક વાંચતી વખતે અક્ષર ઉપર હાથને અંગુઠે વગેરે રહેતાં પરસેવાથી અક્ષર અથવા પુસ્તક બગડે નહિ એ માટે આને પાના ઉપર મૂકી તેના ઉપર અંગુઠો વગેરે રાખવામાં આવે છે. આ બધાં સાધનો સિવાય બીજે ઘણાં સાધનો અને તેના ઉપયોગને અમે અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ જેની પુનરાવૃત્તિ અમે અહીં નથી કરતા. પુસ્તકવાચન અહીં પુસ્તકરક્ષણને લગતાં સાધનોની જે નેંધ આપવામાં આવી છે એ ઉપરથી જૈન શ્રમણની પુસ્તક વાંચવા માટેની ચીવટને આપણને ખ્યાલ આવી શકે છે. અર્થાત પુસ્તકનું અપમાન થાય નહિ, તે બગડે નહિ, તેનાં પાનાં વળે કે ઊડે નહિ, પુસ્તકને શરદી ગરમી વગેરેની અસર ન લાગે એ માટે પુસ્તકને પાઠાંની વચમાં રાખી તેના ઉપર કવળી અને બંધન વીંટાળી તેને સાંપડા ઉપર રાખતા. જે પાનાં વાચનમાં ચાલુ હોય તેમને એક પાટી ઉપર મૂકી, તેને હાથને પરસેવો ન લાગે એ માટે પાનું અને અંગુઠાની વચમાં કાંબી કે છેવટે કાગળના ટુકડા જેવું કાંઈ રાખીને વાંચતા. ચોમાસાની ઋતુમાં શરદીભર્યા વાતાવરણના સમયમાં પુસ્તકને ભેજ ન લાગે અને તે ચેટી ન જાય એ માટે ખાસ વાચનમાં ઉપયોગી પાનાને બહાર રાખી બાકીના પુસ્તકને કવળી, કપડું વગેરે લપેટીને રાખતા. પુસ્તકનાં સાધને અને જેને સામાન્ય રીતે પુસ્તકનું દરેક નાનુંમોટું સાધન,–જેવું કે ખડિયે, કલમ, ગ્રંથી, પાટીપાઠાં, દરે, કવળી, સાંપડા-સાંપડી, કાંબી, બંધન અને તેના ઉપર વીંટવાની પાટી, દાબડા વગેરે,–ગમે તેટલું સાદું બનતું હોય તેમ છતાં પણ ઘણુંખરા જૈને એ દરેક સાધનને કિંમતીમાં ૧૩૪ જુઓ ટિપ્પણી નં ૧૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy