________________
GE
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ યોગ, વિદ્યા અને મંત્રો વગેરે હોય છે.
– યોગ - જડીબુટ્ટી આદિના પ્રયોગો. જેમકે પગે વિશિષ્ટ દ્રવ્યના લેપ દ્વારા પાણી ઉપર ચાલતા તાપસનો પ્રસંગ કલ્પસૂત્ર સુબોધિકા વૃત્તિમાં નોંધાયેલ છે તે “યોગથી ચમત્કાર છે.
– વિદ્યા - એટલે અનુષ્ઠાન સિદ્ધ એક પ્રકારની શક્તિ કે જેના અધિપતિ સ્થાને મુખ્યતાએ સ્ત્રી દેવતા હોય છે.
- મંત્ર - એટલે પાઠસિદ્ધ શક્તિ કે જેના અધિપતિ સ્થાને પુરુષ દેવની મુખ્યતા હોય છે.
– વગેરે - આગમ કથાનકમાં નોંધાયેલા શીલ-બ્રહ્મચર્યના પ્રભાવે, તપના પ્રભાવે, કાયોત્સર્ગના પ્રભાવે થયેલા ચમત્કારો.
અહીં આ સ્તવમાં મંત્રના પ્રભાવયુક્ત ચમત્કારની નોંધ છે. ૦ માનદેવ સૂરિએ આ સ્તવની રચના કેમ કરી ?
વીરનિર્વાણની સાતમી સદીના અંતભાગે ભારત વર્ષમાં બનેલો એક ચમત્કારિક પ્રસંગ છે. તે વખતે બૃહદુગચ્છમાં પ્રસિદ્ધ અને પ્રભાવક એવા બ્રહ્મચર્યનિષ્ઠ શ્રી માનદેવસૂરિજી નાડોલ નગરે ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતે શાકંભરી નગરીમાં કોઈ શાકિનીએ મરકી નામની મહામારીનો ઉપદ્રવ ફેલાવેલો. તેના લીધે માણસો ટપોટપ મરવા માંડ્યા, સકલ સંઘ પણ પીડા પામવા લાગ્યો. નગરી શ્મશાન જેવી ભયંકર લાગવા માંડી.
તે વખતે શાકંભરીમાં સુરક્ષિત રહેલા શ્રાવકોએ એકઠા થઈને વિચાર્યું કે આ ઉપદ્રવમાંથી સર્વેને કઈ રીતે બચાવવા ? બધાંએ મળીને પ્રભાવક આચાર્ય માનદેવસૂરિ પાસે કોઈને મોકલવા તેમ ઠરાવ્યું. વીરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિ પત્ર સાથે નાડોલ નગરે માનદેવસૂરિજી પાસે મોકલાયો.
તે વખતે માનદેવસૂરિએ ઉપદ્રવની વાત જાણી, કરુણાદ્ધ એવા આચાર્યએ લોકોપકાર બુદ્ધિથી “શાંતિસ્તવ” નામક આ મંત્રયુક્ત અને ચમત્કારીક સ્તવની રચના કરીને સ્તોત્ર આપ્યું તે લઈને વીરદત્ત શાકંભરી નગરીએ પહોંચ્યો. આ શાંતિસ્તવના પાઠથી મહામારીનો ઉપદ્રવ શાંત થઈ ગયો.
- ત્યારથી આ “સ્તવ' સર્વ પ્રકારના ઉપદ્રવોના નિવારણ અર્થે સંઘમાં બોલાવા લાગ્યું. “સમસ્મરણ'માં એક સ્મરણ રૂપે સ્થાન પામ્યું. (હાલ નવસ્મરણ પ્રસિદ્ધ છે, તેમ પૂર્વે સમસ્મરણો પ્રસિદ્ધ હતા) હર્ષકીર્તિસૂરિએ સમસ્મરણની ટીકા રચી છે, તેમાં આ “શાંતિસ્તવ'ને ચોથા સ્મરણરૂપે નોંધ્યું છે. સિદ્ધિચંદ્રગણિએ પણ સમસ્મરણની ટીકા રચી છે, તેમાં આ “શાંતિસ્તવને છઠું સ્મરણ ગણાવેલું છે.
૦ શાંતિસ્તવનો ક્રિયામાં ઉપયોગ :
વર્તમાનકાળે દેવસિક પ્રતિક્રમણમાં પ્રતિદિન દુઃખલય અને કર્મક્ષયના ચાર લોગસ્સના કાયોત્સર્ગ કર્યા બાદ આ “લઘુશાંતિ સ્તોત્ર' બોલવામાં આવે છે. (પક્રિખ, ચૌમાસી, સંવચ્છરી પ્રતિક્રમણમાં તેને સ્થાને “બૃહશાંતિ” સ્તોત્ર