________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૯
વિવેચન પણ ત્યાં કરાયેલું છે, તેથી અહીં માત્ર અર્થ આપેલ છે.
૦ સર્વ સંપત્તિ માંચ - સર્વે મંગલોમાં માંગલિકરૂપ ૦ સર્વ કેન્યામાં વારણ - સર્વે કલ્યાણના કારણરૂપ ૦ પ્રધાન સર્વ ઘri - સર્વે ધર્મોમાં પ્રધાન એવું. ૦ નં ગતિ શાસનમ્ - જૈનશાસન-જૈન પ્રવચન જયવંતુ વર્તે છે. – વિવેચન માટે જુઓ સૂત્ર-૧૮ “જયવીયરાય” ગાથા-૫ vi વિશેષ કથન :
લઘુશાંતિ સ્તવના અર્થો જણાવી, વિવેચન કર્યા પછી પણ જે વસ્તુ અનુક્ત જ રહી છે, તેવી કેટલીક વાતોને અહીં “વિશેષ કથન” સ્વરૂપે રજૂ કરવામાં આવે છે - જેમકે
- આવા સ્તવની રચના ક્યારે થાય છે ? સ્તવ રચના ભૂમિકા, આ સ્તવની રચના માનદેવ સૂરિએ કેમ કરી, આ સ્તવનો ક્રિયામાં ઉપયોગ, આ સ્તવનું વિશિષ્ટ રહસ્ય આદિ વાતોને અહીં જણાવેલ છે–
૦ અંતિમ (૧૭-મી) ગાથામાં “શ્રીમાનદેવ' શબ્દ દ્વારા આ પ્રભાવક સ્તોત્રના રચયિતા શ્રી માનદેવસૂરિજી છે તે સ્પષ્ટ છે. તેમણે ખાસ કારણ ઉપસ્થિત થયેલ હોવાથી આ સ્તવની રચના કરેલી હતી. આ રીતે બીજા મહર્ષિઓએ પણ શાસનકાર્યો માટે સ્તવ કે સ્તોત્રોની રચના કરેલી છે.
૦ ચમત્કારિક સ્તરરચનાના કારણો :(૧) ઉપદ્રવ થાય, (૨) દુર્ભિક્ષ થાય, (૩) શત્રુ ચડી આવે, (૪) રાજા દુષ્ટ બને, (૫) ભય આવી પડે, (૬) વ્યાધિ ઉદ્ભવે, (૭) માર્ગનો રોધ થાય, (૮) કોઈ વિશિષ્ટ કાર્ય આવી પડે.
- આ અને આવા કારણો ઉત્પન્ન થાય ત્યારે મંત્ર આદિ શક્તિ ધરાવતા મહાત્માઓ મંત્ર આદિનો ઉપયોગ કરે છે તે દ્વારા શાસન કે સંઘરસાનું કાર્ય કરે છે, તે રીતે દર્શનાચારના આઠમા “પ્રભાવના” નામના ભેદનું પાલન પણ કરે છે.
જેમકે - માનદેવસૂરિજી રચિત આ શાંતિસ્તવ, સિદ્ધસેન દિવાકરસૂરિજી રચિત કલ્યાણમંદિર સ્તોત્ર, માનતુંગસૂરિજી રચિત ભક્તામર સ્તોત્ર, ભદ્રબાહુસ્વામીજી રચિત ઉવસગ્ગહરં સ્તોત્ર, મહાત્મા મંદિષણજી રચિત અજિત શાંતિ સ્તવ વગેરે વગેરે આવી સ્તોત્ર-સ્તવ રચનાના જીવંત દૃષ્ટાંતો છે.
૦ આવી સ્તવ રચનાની ભૂમિકા :
ચમત્કારનો અર્થ આશ્ચર્યકારી ઘટના, અસાધારણ બનાવ અથવા આપણી કલ્પના બહારની હકીકત એવો કરી શકાય છે. આવી ચમત્કાર ઘટના ભૂતકાળમાં બનતી હતી, વર્તમાનમાં પણ સંભવે છે, ભાવિમાં પણ બની શકે છે. પણ ત્રિકાળાબાધિત એવા વૈશ્વિક નિયમોથી વિરુદ્ધ જઈને કદી કોઈ ચમત્કાર સર્જાઈ ન શકે જેમકે ભવિજીવ કદી અભિવી ન બની શકે કે જીવ કદી અજીવ ન બને.
આવા જે કોઈ ચમત્કારનું સર્જન થાય છે તેની પાછળ નિમિત્તરૂપ પરીબળ