________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૬
૦ સ્તુતિ ૧૬નું વિવેચન હવે કરીએ છીએ– કૃતિ - એ પ્રમાણે, છેવટે, પ્રાંતે.
અહીં ‘ઇતિ' અવ્યય ઉપસંહારના અર્થમાં કહ્યો છે. પૂર્વસૂરિ-ર્શિત-મંત્ર૫૬-વિર્મિતઃ પૂર્વાચાર્યોએ બતાવેલ અને મંત્રના પદોથી ગર્ભિત (એવું...)
O
‘પૂર્વસૂરિ' એટલે પૂર્વાચાર્યો, પૂર્વ થયેલા આચાર્યો. (તેનાથી) ૦ ‘દર્શિત’ એટલે બતાવેલ, દર્શાવેલ, જણાવેલ.
-
૦ ‘મંત્રપદ' - વિવિધ મંત્રપદો, મંત્રના વર્ણો કે શબ્દોથી.
૦ 'વિદર્ભિત' - ગર્ભિત, ગૂંથાયેલ, રચિત, ગુંથિત
-
- આચાર્યોએ દર્શાવેલ એટલે ગુરુ આમ્નાય પૂર્વક પ્રકાશિત.
૯૧
—
સિદ્ધ ચંદ્રગણિ કૃત્ શાંતિ સ્તવની ટીકામાં કહ્યું છે કે— “પૂર્વે જે આચાર્યો કે સૂરિવર્યો અને પંડિત જનો થઈ ગયા તેમણે આગમ શાસ્ત્રોથી પૂર્વમાં ઉપદેશાયેલ કહેવાયેલ જે મંત્રપદો અર્થાત્ મંત્રાક્ષર બીજો, તેનાથી રચિત અથવા ગુંથેલ (આ સ્તવ છે)
-
૦ પ્રબોધટીકા કર્તાએ અહીં ‘‘શેષ પરિભાષા વિધાન'' નામના આર્ષવિદ્યાનુંશાસનના ત્રીજા સમુદ્દેશમાં કાર્યસિદ્ધિ માટે મંત્રના અગિયાર પ્રયોગોનો ઉલ્લેખ કર્યો છે. તદનુસાર અમે અહીં મંત્રોના ગ્રથિત વગેરે અગિયાર ભેદોને તેમના જણાવ્યા પ્રમાણે નોંધીએ છીએ.
(૧) ગ્રથિત :- મંત્રના એક એક અક્ષરમાં સાધ્ય નામનો એક એક અક્ષરપ્રયોગ કરવામાં આવે તો તે વશ્ય અને આકર્ષણ કરનાર ગ્રથિત પ્રયોગ કહેવાય છે.
(૨) સંપુટ :- સંપૂર્ણ મંત્ર બોલ્યા પછી સાધ્ય-નામ બોલવાથી અને અંતે વિપરીત મંત્ર ભણવાથી સંપુટ પ્રયોગ થાય છે. જે શાંતિ પુષ્ટિ કરનાર તથા ત્રિલોકનું ઐશ્વર્ય આપનાર થાય છે.
(૩) ગ્રસ્ત :- આદિ અને અંતે અડધો-અડધો મંત્ર બોલી, મધ્યમાં સાધ્યનું નામ સંપૂર્ણ બોલવાથી ગ્રસ્ત પ્રયોગ થાય છે. તે દરેક અભિચાર કર્મ અને મારણમાં પણ યોજાય છે.
(૪) સમસ્ત :- પ્રથમ સાધ્યનામ અને પછી મંત્ર બોલવો, એ સમસ્ત પ્રયોગ કહેવાય છે, તેનાથી શત્રુનું ઉચ્ચાટન થાય છે.
(૫) વિદર્ભિત :- બબ્બે મંત્રાક્ષરો અને એક એક સાધ્યનો અક્ષર રાખવાથી વિદર્ભિત-પ્રયોગ થાય છે, જે દુષ્ટનાશક અને વશકારક છે.
(૬) આક્રાંત :- મંત્રાક્ષરોની વચ્ચે સાધ્યનામ રાખવાથી આક્રાંત પ્રયોગ થાય. જે તત્કાળ સર્વાર્થસિદ્ધિ આપે છે. આ પ્રયોગ સમુદાય અથવા વ્યક્તિ સ્થંભન, પ્રવેશ, વશીકરણ અને ઉચ્ચાટન વગેરે કર્મમાં ઉપયોગી છે.
(૭) આદ્યંત :- પહેલા એક વખત મંત્ર બોલી પછી મધ્યમાં સાધ્ય રાખી