________________
૯૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ • પર્વ - એ પ્રમાણે, પૂર્વે કહ્યા પ્રમાણે.
• ચન્નામાક્ષર-પુરસ્સ - જેમના નામાક્ષર મંત્રપૂર્વક, જેમના નામો અને મંત્રોની પુરશ્ચર્યાપૂર્વક
૦ “યત્રામાક્ષર' - “યત્ જેમના, “નામ' વિવિધ નામો અક્ષર' - મંત્ર
પુરોચ્ચાર' પુરશ્ચર્યા સહ – સિદ્ધચંદ્રગણિકૃતુ શાંતિસ્તવ ટીકામાં આ પદોનો અર્થ કરતા કહ્યું છે કે, જે શ્રી શાંતિનાથના નામમંત્રના પુરોચ્ચારણપૂર્વક.
અહીં પુરોચ્ચારણ' પદથી પુરશ્ચર્યા, પુરશ્ચરણ, પુરષ્ક્રિયા કે પુરસ્કરણની ક્રિયા સમજવી યોગ્ય છે. કારણ કે મંત્રની સિદ્ધિ માટે પૂર્વપ્રયોગરૂપ ક્રિયા આવશ્યક છે. કહ્યું છે કે
“શુદ્ધ અન્તઃકરણવાળો મનુષ્ય ગુરુની આજ્ઞાપૂર્વક મંત્રની સમ્યક્ સિદ્ધિને માટે પુરષ્ક્રિયા કરે. જીવવિહિન દેહ જેમ કોઈ કાર્ય કરવાને સમર્થ નથી, તેમ પુરશ્ચરણરહિતનો મંત્ર ઇષ્ટફળ આપવાને માટે અસમર્થ છે.”
પુરશ્ચરણ એટલે જપની નિશ્ચિત સંખ્યા અને જ૫ આરંભ કરતા પહેલા કરાતી પૂર્વ ક્રિયાઓ સમજવી.
• સંસ્તુત નવી - સારી રીતે સ્તુતિ કરાયેલ જયાદેવી. • કુત્તે શાંતિ રમતાં - નમન કરનારાઓને શાંતિ કરે છે.
– મંત્રવિદ્ર એમ કહે છે કે, અહીં “નમન' શબ્દથી માત્ર નમવું અર્થ ન લેતા (૧) નમવું, (૨) ભક્તિ, (૩) પૂજા, (૪) અર્ચના એ ચારે ક્રિયાનો સમાવેશ જાણવો અર્થાત્ મંત્રના અધિષ્ઠાતા પરત્વે ભક્તિભાવ હોવો, તે અધિષ્ઠાતાની પૂજા અને અર્ચના કરવી તથા તેને દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કરવો - ત્યારે તે મંત્ર ફળદાયી બને છે.
• નમો નમો શાંત તમે - તે શાંતિનાથ પરમાત્માને નમસ્કાર હો, નમસ્કાર હો. (અહીં મંત્રાલયને કારણે “નમો' પદની દ્વિરુક્તિ છે અથવા વારંવાર નમસ્કાર કરવાનો ભાવ છે.).
૦ અન્વયપદ્ધતિએ ગાથા-૧૫નો અર્થ :નમોનમ: - નમસ્કાર થાઓ - નમસ્કાર થાઓ. – પણ નમસ્કાર કોને કરવાનો ? તે શાંતિનાથને. – શાંતિનાથ કેવા ? (કયા ?)
પૂર્વે કહ્યા મુજબ જે મંત્રના પુરશ્ચરણપૂર્વક જીવાયેલી જયાદેવી પૂજન કરનારાઓને શાંતિ કરે છે, તે શાંતિનાથને.
૦ આ રીતે અહીં સ્તુતિ ૭ થી ૧૫માં “વિજયા-જયા નવરત્નમાલા" રૂ૫ નવ સ્તુતિઓ કહી. જેમાં સ્તુતિ ૭ થી ૧૩માં દેવીની સ્તુતિ છે, સ્તુતિ ૧૪માં અક્ષર-સ્તુતિ' છે અને સ્તુતિ-૧૫માં આમ્નાય જણાવ્યો છે. હવે સ્તુતિ-૧૬ અને ૧૭ દ્વારા “ફલશ્રુતિ'ને જણાવે છે–