________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ (૧૪) સર્વદુરિતૌઘનાશનકરાય
(૧૫) સર્વાશિવપ્રશમનાય (૧૬) દુરગ્રહ-ભૂત-પિશાચ-શાકિની-પ્રમથનાય. આ સર્વે પદોની પૂર્વે 5 અને પછી “શાંતિજિનાય નમોનમઃ' જોડો.
– આ સોળે મંત્રોનો-પ્રત્યેકનો યોગ્ય “મુદ્રા' વડે, જાપ કરવાથી, તેના બીજમંત્રોની વિધિપૂર્વક “ધારણા કરવાથી, તેના ‘અક્ષરોનો દેહમાં ન્યાસ' કરવાથી અને તેના ‘વિનિયોગ' પ્રમાણે અર્થભાવના કરવાથી તુષ્ટ થયેલી વિજયા દેવી સકલ કામનાઓની સિદ્ધિ કરે છે.
- આ બાબતમાં પ્રબોધટીકા કર્તાએ બે સાક્ષીપાઠ આપેલા છે. (૧) આનંદઘનજી રચિત નેમિનાથપ્રભુનું સ્તવન
“મુદ્રા, બીજ-ધારણા, અક્ષર-ન્યાસ, અરથ-વિનિયોગે રે;
જે ધ્યાવે તે નવિનંચિજે, ક્રિયા અવંચક યોગે રે.
– મુદ્રા, મંત્રબીજની ધારણા, મંત્રાક્ષરોનો ન્યાસ અને તેના વિનિયોગ પ્રમાણે - મંત્રના હેતુ પ્રમાણે અર્થની ભાવનાપૂર્વક જે જિનેશ્વરનું ધ્યાન કરે છે, તે કદી ફળથી વંચિત થતો નથી, કારણ કે તે યોગ-સાધનમાં “ક્રિયા-અવંચક" છે.
(૨) હરિભદ્રસૂરિજી રચિત લલિત વિસ્તરા –
માર્ગાનુસારીપણાનું વર્ણન કરતા કહ્યું છે કે, યોગ પટનું દર્શન કરવું, તેની આકૃતિને ચિત્તમાં સ્થાપન કરવી, તેની ધારણા કરવી, તેના ધ્યાનમાં થતો મનનો વિક્ષેપ દૂર કરવો. આ રીતે યોગસિદ્ધિ માટે પ્રયત્ન કરવો. ૦ શાંતિજિન નામમંત્ર-સ્તુતિની પહેલી ગાથા
“ભગવતેડતે શાંતિજિનાય નમો નમ:' આ પ્રમાણે સોળ અક્ષરવાળો “ષોડશીમંત્ર' છુપાયેલો છે. આ મંત્ર અત્યંત પ્રભાવશાળી અને સર્વ પ્રકારની સિદ્ધિનો દાતા છે.
આ ષોડશાક્ષરી મંત્ર ઉચ્ચાર માત્રથી પાપનો નાશ કરનાર છે. • વિના તે વનદિતમ્ - વિજયાદેવી લોકોનું હિત કરે છે. ૦ વિજયા - વિજયા દેવી
૦ કુરુતે - કરે છે ૦ જનહિતમ્ - જનકલ્યાણ, લોકોનું હિત – અહીં “જનહિત' શબ્દનો અર્થ દ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ જાણવો.
૦ રૂતિ સુતા નમત તે શાંતિં - એ પ્રમાણે સ્તુતિ કરાયેલી છે, તે શાંતિનાથને તમે નમસ્કાર કરો.
૦ રૂતિ - એ પ્રમાણે પૂર્વે કહેલ, તેથી. – “ઇતિ’ અવ્યય છે, તે હેતુના અર્થમાં છે. ૦ ૧ - જ, આ અવ્યય અહીં અવધારણાના અર્થમાં છે. ૦ સુતા - આવાયેલી, હવે પછી જેની સ્તુતિ કરાશે તે. ૦ નમત - નમો, નમસ્કાર કરો. ૦ તે - તેને, અત્યાર સુધી જેનું વર્ણન કરાયેલું છે તેને.