________________
લઘુશાંતિ-સ્તવવિવેચન-ગાથા-૪ થી ૬
૦ ગાથા-૪ અને ૫નો અન્વયાર્થ :– સતત નમ: સદા નમસ્કાર થાઓ - હો. – આ નમસ્કાર કોને કરવાનું કહ્યું છે ? - તેમને, તે શાંતિનાથ પરમાત્માને. – એ શાંતિનાથ ભગવંત કેવા છે ? વિશેષણો બતાવે છે– (૧) સર્વ દેવસમૂહના ઇન્દ્રોથી સમ્યક્ પ્રકારે પૂજાયેલા. (૨) કોઈથી ન જિતાયેલા એવા. (૩) ત્રણે ભુવનના લોકોનું પાલન-રક્ષણ કરવા ઉદ્યત. (૪) સમગ્ર ભય-પાપ સમૂહનો નાશ કરનારા. (૫) બધાં અશિવ-ઉપદ્રવોનું શમન કરનારા.
(૬) દુષ્ટ એવા ગ્રહો, ભૂત, પિશાચ, શાકિનીઓ દ્વારા કરાયેલા ઉપદ્રવોપીડાનો નાશ કરનારા.
૦ હવે ગાથા-૬નું વિવેચન કરવામાં આવે છે–
• યતિ નામ-મંત્ર-પ્રધાન-વાવિયોપથા-તતા – જેમના - જે શાંતિનાથ ભગવંતના, આ પ્રકારના - પૂર્વે કહેલા નામરૂપી મંત્રવાળા વાક્યપ્રયોગથી સંતુષ્ટ કરાયેલી.
– નામમંત્રની પ્રધાનતાવાળો. – ભગવંતના વિશિષ્ટ નામવાળા મંત્રને “નામમંત્ર' કહે છે.
- વાક્યનો ઉપયોગ કે વાક્યનો પ્રયોગ તે વાક્યોપયોગ તે અહીં વિધિસરના જપ કે અનુષ્ઠાન અર્થમાં સમજવો.
– “કૃતતોષા' એટલે કરાયેલા તોષવાળી, તુષ્ટ કરાયેલી અર્થાત્ નામમંત્ર'વાળા વાક્યપ્રયોગોથી તુષ્ટ કરાયેલી.
- આ રીતે પૂર્વની ગાથાઓમાં “શ્રી શાંતિજિન-નામમંત્ર-સ્તુતિ"માં સોળ નામમંત્રો રહેલા છે તે આ પ્રમાણે છે–
(૧) ૐ નિશ્ચિતવણે શાંતિનનાય નમો નમ:
આ રીતે અહીં ૧ થી ૧૬ નામમંત્રોના આદ્યપદ નોંધીએ છીએ. જેમકે – “નિશ્ચિતવચર્સ” આદિ. આ દરેક પદની સાથે પૂર્વે છે અને પછી “શાંતિજિનાય નમો નમઃ” જોડતા જવાથી કુલ સોળ મંત્રો બનશે. (૧) નિશ્ચિત વરસે
(૨) ભગવતે (૩) અને
(૪) જયવતે (૫) યશસ્વિને
(૬) દમિનાં સ્વામિને (૭) સકલાતિશેષ મહાસંપત્તિ સમન્વિતાય (૮) શસ્યાય (૯) શાંતિદેવાય (૧૦) રૈલોક્યપૂજિતાય (૧૧) સર્વામરસુસમૂહ-સ્વામિ-સંપૂજિતાય (૧૨) નિજિતાય
(૧૩) ભુવનજનપાલનોદ્યતતમાય