________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૨, ૩
૭૩
(શાંતિનાથને અહીં નમસ્કાર કરાયો છે.)
– આવો ‘યોગીશ્વર' વિશેષણરૂપ શબ્દપ્રયોગ ભગવંતને માટે માનતુંગ સૂરિએ પણ ભક્તામર સ્તોત્રની ગાથા-૨૪માં કર્યો છે - “યોગીશ્વર વિદિત યોગમનેકમેકં"
૦ બીજી ગાથાનો અર્થ અન્વય પદ્ધતિએ –
- સર્વ પ્રથમ પદ – $ - તેનો અર્થ છે – “ૐ પૂર્વક અમે નામ મંત્રનો પ્રારંભ કરીએ છીએ.
- નમોનમ: નમસ્કાર હો, નમસ્કાર હો. - આ નમસ્કાર કોને કર્યો ? - શાંતિજિનને. – આ શાંતિજિન કેવા છે ? તેના વિશેષણોને જણાવે છે– (૧) નિશ્ચિત અથવા વ્યવસ્થિત વચનવાળા. (૨) ભગવાન, પૂર્ણ જ્ઞાની એવા મહાત્માને. (૩) દ્રવ્ય અને ભાવથી પૂજાને યોગ્ય, પરમ પૂજ્ય (૪) જયવંત, રાગ-દ્વેષને જિતનાર એવા. (૫) યશસ્વી, સર્વત્ર મહાયશ પ્રાપ્ત કરનાર, (૬) ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર (મુનિ)ના સ્વામી. ૦ ખાસ નોંધ :
આ લઘુશાંતિ સ્તવની બીજીથી છઠી ગાથા પર્યન્તની સ્તવના નામમંત્રમય સ્તુતિથી યુક્ત છે. તેથી ગાથા ૨ થી ૬ને શાંતિજિન-નામમંત્ર-સ્તુતિ તરીકે ઓળખવામાં આવે છે.
૦ હવે ત્રીજી ગાથાનું વિવેચન કરીએ છીએ.
• સવિનતિશેષ-મહાસંમ્પત્તિ-સવિતાય - સંપૂર્ણ ચોત્રીશ અતિશયરૂપમોટી સંપદાએ કરીને સહિત અથવા ચોત્રીશ અતિશયરૂપ મહાદ્ધિવાળા-તેમને.
૦ સંછન એટલે સંપૂર્ણ, સમગ્ર, સમસ્ત. ૦ તિવા - એટલે અતિશયો, વિશેષ ઋદ્ધિ ૦ સકલાતિશેષક એટલે તીર્થકરના ચોત્રીશ અતિશયો.
– આ ચોત્રીશ અતિશયો કયા કયા છે ? તેનું વર્ણન જાણવા માટે સૂત્ર૧ ‘નમસ્કારમંત્ર'નું વિવેચન જોવું.
૦ મહીં એટલે મહાનું, મોટી. ૦ સંપત્તિ એટલે સંપત, ઋદ્ધિ, સમ્પતિ.
- વિશેષાવશ્યક ભાષ્યની ગાથા-૭૭૯, ૭૮૦માં સંપત્તિ અથવા ઋદ્ધિને સોળ પ્રકારે જણાવી છે - તે આ પ્રમાણે
(૧) આમાઁષધિ, (૨) વિપુડૌષધિ, (૩) શ્લેષ્મૌષધિ, (૪) જલૌષધિ, (૫) સંભિન્નશ્રોત,
જુમતિ, (૭) સર્વોષધિ, (૮) ચારણવિદ્યા
(૯) આશીવિષ,