________________
૭૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
૦ 'માવત - ભગવાનને. – “ભગ” એટલે જ્ઞાન કે પૂર્ણજ્ઞાન, તેનાથી યુક્ત તે ભગવાન. – આ શબ્દની વિશેષ વ્યાખ્યા સૂત્ર-૧૩ "નમુહૂર્ણ'માં જુઓ. ૦ પૂનામ્ હેત - પૂજાને યોગ્ય, પરમ પૂજ્ય.
- પૂજન કરવું તે પૂજા. વિશિષ્ટ અર્થમાં દ્રવ્યથી - ચંદન, કેસર, બરાસ આદિથી પૂજવા તે. ભાવથી, સ્તુતિ, સ્તવન, સ્તવ આદિ ઉત્તમ વચનો વડે કરાયેલ પૂજન તે પૂજા.
– “અર્વત્' એટલે યોગ્ય.
– જેઓ ઉત્તમ પ્રકારનાં દ્રવ્યો તથા ભાવ વડે પૂજા કરવાને યોગ્ય છે તેમને (તે શાંતિનાથને)
• શાંતિનિના વિત્તેિ - રાગદ્વેષને જિતનાર એવા શાંતિનાથ જિનેશ્વરનો. ૦ શાંતિનિના - શ્રી શાંતિનાથ જિનવરને. ૦ નવતે - જયવંતને, રાગદ્વેષને જિતનારને. – જિત મેળવવી તે જય, તેનાથી યુક્ત તે જયવત્ - તેને.
- સકલાત્ સ્તોત્રની ગાથા-૨૮માં શ્રી વિમલનાથ ભગવંતની સ્તુતિ કરતા કહ્યું છે કે, “જયતિ વિજિતાન્યતેજાઃ” તેમાં પણ વિનિત' શબ્દથી “વિશેષ પ્રકારે જિતનાર' એવા અર્થમાં જ તીર્થકર ભગવંતને ઓળખાવેલ છે - એ રીતે શાંતિનાથ ભગવંત માટે પણ “જયવત” એવું વિશેષણ યોગ્ય જ છે.
• યશસ્વિને સ્વામિને મનામ્ - યશવાળા અને મુનિઓના સ્વામિ (એવા શ્રી શાંતિનાથ)
૦ યશસ્વિને - યશસ્વીને, સર્વત્ર મહાન્ યશવાળાને.
– કીર્તિના વિસ્તારને “યશ' કહેવાય છે. તેનાથી યુક્ત તે “યશસ્વી” - તેમને.
– તીર્થકરોનું યશનામ કર્મ ઘણું જ મોટું હોય છે, તેથી તેઓ “યશસ્વી” કહેવાય છે.
– ‘શાંતિસ્તવ'માં કહેવાયેલ વિશેષણ જેવા જ વિશેષણથી બપ્પભટ્ટ સૂરિએ રચેલ ચતુર્વિશતિકાના એકવીસમાં શ્લોકમાં “પદ્મપ્રભુસ્વામીની સ્તુતિ કરી છે. તેમણે ત્રીજા ચરણને અંતે ભગવંત માટે “વચ્ચે' એવું વિશેષણ વાપરેલ છે.
૦ મિનાં સ્વામિને - મુનિઓના સ્વામી, યોગીશ્વર - તેને
- ‘દમિન્' શબ્દનો અર્થ છે “મુનિ'. પણ વ્યુત્પત્તિ અર્થ વિચારીએ તો - ‘દમ' શબ્દથી ઇન્દ્રિય દમન એવો અર્થ થાય છે. જે ઇન્દ્રિય દમન કરે તે મુનિ અથવા યોગી.
– “સ્વામિ' શબ્દનો અર્થ - ધર્મપ્રમોદગણિ કૃતુ શાંતિસ્તવ ટીકામાં ‘નાયક' કરેલો છે.
– એ રીતે યોગીઓના નાયક કે મુનિઓના સ્વામી એવા યોગીશ્વર કે મુનીન્દ્ર